SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [૪૬૯ અંગે ઝઘડો ચાલતો હતો. આ ઝઘડો પતાવવા ઊંટ જેવા મધ્યકાલીન વાહન દ્વારા વડોદરા ગયા. છએક માસ પર્યત ત્યાં રહીને જૈન દેરાસરજીના લાભમાં હુકમ મેળવ્યું. ત્યારબાદ વડોદરા જિનાલયના તે ભાગમાં નવેસરથી ઘુંમટ વગેરે રચાવી તેમાં શ્રી શાંતિનાથજી ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેઓ સવાર-બપોર-સાંજ દેરાસરજી જતા, ત્યાંની સફાઈશુદ્ધિ વગેરે માટે ચીવટપૂર્વક ખાસ ધ્યાન રાખતા, અને આશાતનાથી સૌને બચાવતા. તત્કાલીન પ્રતિષ્ઠિત સુવિખ્યાત નામાંકિત આચાર્ય ભગવંતોને શ્રી સકળસંઘને સાથે રાખીને અત્રે ચાતુર્માસ માટે લાવવા પ્રયત્ન કરતા અને લાવતા. પૂજ્ય આચાર્યદેવશ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા.નું ચાતુર્માસ ખાસ વિનંતી પૂર્વક અમરેલીમાં કરાવેલું. તેમના ધર્મપત્ની પણ એટલા જ માયાળુ, પ્રેમાળ, ધાર્મિક વૃત્તિવાળાં અને ભક્તિભાવવાળાં હતાં. જૈન ધર્મની સમાચાર પ્રમાણે સાધુ-સાધ્વીજી સમુદાયની અને શ્રાવક-શ્રાવિકાગણની વૈયાવચ્ચ કરતાં. સમય જતાં સંઘની મિલકત માટે અંદર–અંદર કેટલાક ઝઘડા પડ્યા ત્યારે પિતાના અંગત સંબંધોને અવગણીને સંઘની સદર મિલકત પાછી મેળવવા અથાગ પ્રયત્નો કર્યા. છેવટ ગુજરાતપાટણના નગરશેઠ શ્રી પોપટભાઈને મળી અહીંની બધી વિગત સમજાવી અને મેટી કિંમતની તે મિલકત શ્રી સંભવનાથજી મહારાજ જિનાલયને પાછી અપાવી. અમરેલીના શ્રી સકળ સંઘે તેમની સૌજન્યસભર સેવાઓની નોંધ લઈ તેમને માનપત્ર આપવાને અને તેમનું તૈલચિત્ર ઉપાશ્રયમાં મૂકવાનો ઠરાવ કર્યો. તે પ્રમાણે આજે પણ તેમનું તૈલચિત્ર ઉપાશ્રયને વ્યાખ્યાન હેલમાં મેજૂદ છે. શ્રી સંભવનાથજી જૈન દેરાસરજીની મિલકત સાચવવા અને અભિવૃદ્ધિ કરવા તેમણે ખૂબ પરિશ્રમ લઈ દેરાસરજીના ખર્ચ માટે છે. ૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy