SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૪૬૭ શ્રી સુરેશભાઈ શાહ (બેંગર) આ સમાજની સૃષ્ટિમાં માનવજીવન સપના સમાન છે. સાધના અને સિદ્ધિની સ્વપ્નસૃષ્ટિ સર્જવા માનવી સાહસની બાજીઓ ખેલત રહે છે. બેંગ્લરના સુપ્રસિદ્ધ સમાજસેવક શ્રી સુરેશભાઈ શાહનું સમગ્ર જીવન “સપના”ની વૃષ્ટિમાં જ સર્જાયું છે. બેંગલેરના પુસ્તક-બજારમાં બડભાગી “સપના બુક સ્ટોલની જાદુઈ સૃષ્ટિ સર્જનાર શ્રી સુરેશભાઈ શાહને જન્મ ધોરાજીના જૈન વણિક પરિવારમાં ઈ. સ. ૧૯૮માં થયે હતો. વિદ્યાર્થીકાળમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પછી મુંબઈ આવી પુસ્તક-બજાર સાથે ભાગ્ય જેડી દીધું હતું. પુસ્તકબજારની એક દુકાનને દ્વારે કારકુનીથી આરંભી બજારમાં મેનેજરપદ સુધી પ્રગતિ સાધી હતી. સ્વપ્નને પાસા યુવાન સુરેશભાઈને ઈ. સ. ૧૯૭૦માં બેંગલરને દ્વારે ખેંચી લાવ્યા હતા. અજાણી અને અજ્ઞાત એવી બેંગલોરની પુસ્તક-બજારમાં શ્રી સુરેશભાઈ એ ૩xરની કેબિન ટાઈપ નાનકડી સાંકડી દુકાનનાં દ્વાર ઉઘાડી “સપનાને પ્રથમ પાસે ફેંક્યો હતે. ધરતી પરથી આસમાનને આંબવાનાં તેમનાં “સપનાં” સળવળાટ કરતાં હતાં. આ ઉન્નત સ્વપ્નસૃષ્ટિએ “સપનાને સાકાર બનાવ્યાં. “સપના”. નાં ઈ. સ. ૧૯૬૭માં રોપાયેલાં બીજ સાહસ અને પુરુષાર્થથી આજે “સપના સદન” સુધી પહોંચ્યું છે. પુસ્તકથી ચણતર પામ્યા હોય એવી “સ્વપ્નભૂમિ” “સપના સદનમાં દોઢ દાયકા પહેલાંનાં પછી ગણ્યાગાંઠય પુસ્તકને બદલે હજારે પુસ્તકે ઊભરાતાં રહ્યાં છે. એ “સપના એન્ટરપ્રાઈઝ” નામના અન્ય પુસ્તકભંડારને પણ આરંભ કર્યો છે. આ પુસ્તકની સૃષ્ટિમાં તેઓ માત્ર પુસ્તક-વિક્રેતા નથી; વિશ્વભરની સુપ્રસિદ્ધ પ્રકાશન સંસ્થાઓના વિતરક છે. ઉપરાંત અંગ્રેજી અને કન્નડ ભાષાનાં પુસ્તકોનું પ્રકાશન પણ કરે છે. સમાજસેવાના ક્ષેત્રમાં પણ શ્રી સુરેશભાઈ શાહ સેવાની ભાવનાથી થનગનતા હૈયે સક્રિય રહેતા આવ્યા છે. શ્રી ગુજરાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy