SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા નિવાસી શેઠશ્રી તારાચંદ્ર કપાસીનાં સુપુત્રી શ્રીમતી શણગારમહેન સાથે થયાં હતાં. શ્રીમતી શણગારઅહેન ઘણાં સુશીલ, સગુણાનુરાગી, પ્રેમાળ તેમ જ અપૂર્વ ધનિષ્ઠાવાળાં છે. તેએશ્રીને બે પુત્રા શ્રી ચીનુભાઈ તથા શ્રી બુદ્ધિધનભાઈ તથા બે પુત્રીએ કુરુમબહેન અને શ્રીમતીબહેન છે. એ બધાં ધર્મ પ્રત્યે દૃઢ અનુરાગ ધરાવે છે. શ્રેષ્ઠીવર્યાં માણેકલાલ મનસુખભાઈ એ કાઢેલા મહાતીર્થાધિરાજ શ્રી શત્રુજય તેમ જ ગિરનારના સંઘમાં તેઓશ્રીએ ચતુવિધ સ’ઘની એવી તે અનુપમ ભક્તિ કરી હતી કે શેઠશ્રીએ તેમના સેવાકાર્યની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી હતી કે ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણકના પાંચ વરઘેાડા પૈકી જન્મકલ્યાણકના વરઘોડા એમના તરફથી જ નીકળે છે તથા પાંચે વરઘેાડાનેા વહીવટ તે કરતા હતા. શ્રી શત્રુંજય તીર્થાંની નવ્વાણુ યાત્રા તથા ચાતુર્માસના લાભ પણ તેએશ્રીએ લીધા હતા. તેમણે શ્રી સમ્મેતશિખર, પાવાપુરી, રાજગૃહી આદિ તીર્થોની વારવાર યાત્રા કરી હતી. તીર્થાધિરાજ શત્રુંજય પ્રત્યે એમને એટલા બધે પ્રેમ અને શ્રદ્ધા હતાં કે તેઓશ્રી વારવાર તીર્થાધિરાજનાં દર્શને જતા હતા. તેમના ધર્મનિષ્ઠ પિતાશ્રી જેશીગભાઈ એ એક ટ્રસ્ટ કર્યું છે. સાધુસાધ્વીની ભક્તિ વગેરે તેઓ તેમના ભાઈશ્રી મનુભાઈ તથા તેમના કુટુંબીજને ઘણી સુંદર રીતે કરતા હતા. સારાભાઈ ને લકવા થયે હતા, તેમાં નમસ્કાર મહામંત્રના જાપની જડીબુટ્ટી મળી ગઈ અને ચૌદ પૂના સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રના જાપ સ. ૨૦૧૯ ભાદરવા સુદ-૭ ને સેામવારથી શરૂ કર્યો અને તે જાપ જીવનના અંત સુધી રાત-દિવસ, સૂતાં-બેસતાં ચાલુ રાખ્યા. તેથી એવા ચમત્કાર થયા કે લકવા ચાલ્યા ગયા અને મહામંત્રના પ્રભાવથી કદી કદી શ્રી શત્રુંજયતી તથા ગુરુદેવ આચાય શ્રી વિજયનેમિ સૂરીશ્વરજીનાં દર્શન કરીને તેએ પોતાની જાતને ધન્ય માનતા હતા. મહામત્રનો જાપ તેમણે જીવનકાળ દરમિયાન ૪,૦૦,૦૧,૫૮૩ (ચાર કરોડ પદરસા ત્યાંસી કુલ ) જેટલા કરી વિક્રમ સાધ્યુંા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy