SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ]. | આપણું શ્રેષ્ઠીવર્યો રસ્વ. શ્રી સ્વરૂપચંદ નેમચંદ શ્રોફ ધર્મ અને વેપારને સુંદર સમન્વય સાધીને અનેરી સિદ્ધિ હાંસલ કરનાર સ્વ. શ્રી સ્વરૂપચંદ નેમચંદ શ્રોફ એટલે એક પ્રેરણામૂતિ. પારડી ગામમાં જન્મ ધારણ કરનારા સ્વરૂપચંદભાઈ બાલ્યકાળથી જ પરાક્રમી અને સાહસિક હતા. મુંબઈમાં તેઓ પોતાની અનેક પ્રવૃત્તિ હોવા છતાં ધર્મ પ્રવૃત્તિ છેડતા ન હતા. પિતાના પગભર થઈ જીવનમાં આગળ વધવાને તેમને સિદ્ધાંત અજોડ હતો. પુરુષાર્થ દ્વારા તેઓ ઘણા આગળ આવ્યા. તેઓએ મુંબઈની સેંટ ઝેવિયર્સ વિદ્યાપીઠમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો હતે. ઈયળ જેમ સ્વપુરુષાર્થ કેશેટે બનાવે છે તેમ પિતાના પુરુષાર્થથી વ્યાપારી કુનેહબુદ્ધિનો ઉપયોગ કરતા હતા. કૃત્રિમ રેશમી કાપડ તથા મશીનરીના ઉદ્યોગ સાથે તેઓ સંકળાયેલા હતા. શૂન્યમાંથી સર્જન કરતાં કરતાં આગળ આવ્યા. વ્યવસાયની સાથે સાથે વ્યવહારિક બુદ્ધિ પણ ઘણી હતી. માઉન્ટ આબુમાં શ્રી શાંતિ સદન તથા મુંબઈમાં શ્રી શાંતિદેવ સેવા સમિતિ તથા ફેલોશિપ હાઈસ્કૂલ તથા પારડીની હોસ્પિટલ તથા સ્કૂલ તેમ જ બીજી અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા અને ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. તન-મનની સાથે ધન પણ સારા પ્રમાણમાં વાપરતા હતા. મહાવીર વિદ્યાલયમાં પણ સહાય કરી હતી. સાધર્મિક ભક્તિ એમને મેરેમમાં વહેતી હતી. વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવામાં હંમેશા તત્પર હતા. રાન પર અખૂટ બહુમાન હતું. ધાર્મિક વાંચન, ધાર્મિક ચર્ચા અને યાત્રા-પ્રવાસના ખૂબ રસિક હતા. ગુપ્તદાનને વિશેષ મહત્ત્વ આપતા. કેઈપણ તેમના ઘરઆંગણે આવે તો તેઓ ખુશ થઈને જતા. આવું તેમનું ગુપ્તદાન હતું. તેમને પગલે પગલે તેમના સુપુત્ર પણ શાસનનાં અને સમાજનાં કાર્યો કરી રહ્યા છે. તેઓના જીવનમાં ધાર્મિક ભાવના અનુમોદનીય હતી. સમયે સમયે ધાર્મિક પુસ્તકોનું વાંચન સતત કરતા હતા. તેઓ સ્વર્ગવાસ પામ્યા ત્યારે અંતિમ ઘડી પણ અણમેલ બની હતી. કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy