SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ | [ આપણું શ્રેષ્ઠીવર્યો તોડવામાં પિતા કરતાં માતા સંતકબાએ વધુ સાથ તેઓને આ અને તેઓ જ પુત્રીને પક્ષે ઢાલ બનીને ઊભાં રહ્યાં. સમજાવટ, પતાવટ, દઢતા વગેરેથી “દીદી” પિતાનું ધ્યેય હાંસલ કરી શક્યાં, ભલે એમને સાધનાપથ પછી ગુલાબનાં પુષ્પોથી છાયેલ ન રહ્યો હોય. કુ. સવિતાબહેન શિક્ષણ સંસ્કાર અને કલાની જત, સંસ્કૃત ભાષાસાહિત્ય અને વેદ-ઉપનિષદનાં પરમ જ્ઞાતા “દીદી” એક નખશિખ માનવતાવાદી, વિદુષી શિક્ષણકાર અને સમર્થ વક્તા પણ ખરાં. તેમનું વકતૃત્વ સાંભળવું એ જીવનને લહાવે છે. જડ નક્કર જમીન પરથી ઊંચકીને જાણે એઓ શ્રોતાને વ્યોમવિહાર કરાવે છે. ૧૯૩૧ થી ૧૯૪૦ દરમિયાન આર્યકન્યા મહાવિદ્યાલય, વડેદરામાં વૈદિક ઢબે અભ્યાસ કરી તેઓ સ્નાતિકા બન્યાં. ૧૯૫૦માં લંડન યુનિવર્સિટીના શિક્ષણ ભવનને એઓએ ડિપ્લેમા પ્રાપ્ત કર્યો. પિતે જે શિક્ષણ અને સંસ્કાર-સંસ્થામાં ૧૧ વર્ષ લગી અધ્યયન કર્યું હતું તે સંસ્થાને મનમાં એક આદર્શ તરીકે–નમૂના તરીકે નજર સમક્ષ રાખીને વતન પોરબંદરમાં એવી જ એક સંસ્થા ઊભી કરાવી અને પિતે તેના માનદ આચાર્યાપદે રહ્યાં. પુત્રીના સ્વપ્નને સાકાર કરવામાં સાધનસંપન્ન પિતાએ તમામ પ્રકારને સાથ સહકાર આપે. ૧૯૩૭માં ઓગણીસ વર્ષની વયે ૬૦ બાલિકાની સાથે “દીદી”એ સ્થપાયેલી આ સંસ્થા ઉત્તરોત્તર વિકસતી ગઈ અને આજે તે તે એક વિશાળ વટવૃક્ષ સમી બની ચૂકી છે. સરકાર કે લોકોનું ક્યારેય અનુદાન ન લેતી માત્ર પૂજ્ય નાનજી શેઠના દાનથી ચાલતી આ સંસ્થાની ઘણું આગવી વિશિષ્ટતાઓ છે. બાલિકાઓનાં માનપાન જળવાય અને પિતે અજેથી જરા પણ ઊતરતાં નથી એ અનુભવ થાય એ હેતુથી સંસ્થામાં શારીરિક શિક્ષણને ફરજિયાત કર્યું. બહેનના ઘૂંટણ દેખાય એ પણ જ્યારે અનૈતિક લેખતું ત્યારે બહેને માટે અહીં ખમીસ અને ચડીને ગણવેશ શરૂ કરાવ્યું. યપવીતવિધિ જે સાધારણ રીતે પુરુષની બાબતમાં જ અપનાવાયેલ છે, તે તેઓએ બહેનમાં દાખલ કર્યો. મુસ્લિમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy