________________
૩૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો વર્ષથી મંત્રીપદ ભાવે છે. રાજકોટ લેહાણા સેવા મંડળના તેઓ ટ્રસ્ટી છે. માનવસેવાની જીવંત મૂતિ સમા, ટી. બી. હોસ્પિટલની કાર્યવાહક સમિતિમાં તેઓ માનભર્યું સ્થાન ધરાવે છે. કાઠિયાવાડ નિરાશ્રિતની કાર્યવાહક સમિતિમાં પણ તેઓની સેવા લેવાય છે. સિંધ ગુજરાતી એજ્યુકેશન એસેસિયેશનમાં તેઓ સેક્રેટરી અને ટ્રસ્ટી એમ બબ્બે હોદ્દા પર છે. ધર્મમાં ઊંડી શ્રદ્ધા હોય ને કઈ મંદિરની સાથે એમનું નામ ન જોડાયેલું હોય એ કેમ બને? તેઓ રાજકોટના કનકેશ્વર મહાદેવના ટ્રસ્ટી પણ છે.
આટ-આટલી ફરજો વચ્ચે તેઓ ગરીબોને ભૂલતા નથી, એ સાચે જ એમની મેટાઈ છે. કોઈ શિયાળે ફૂટપાથ પર ટાઢે થરથરતા દરિદ્રનારાયણો વચ્ચે રાત્રે અઢી-ત્રણ વાગ્યે તમને કોઈ બે સજજન મળી જાય તો ચોક્કસ માનવું કે એક ઓધવજીભાઈ પિપટ છે ને બીજા તેમના અંગત સ્નેહી શ્રી રમણીકલાલભાઈ સેજપાલ છે. આવા સત્કાર્યમાં શ્રી રમણીકલાલભાઈ સેજપાલનાં ધર્મપત્ની શ્રી હેમલતાબહેન અને ઓધવજીભાઈ પોપટનાં ધર્મપત્ની શ્રીમતી મંજુલાબહેનને ખૂબ જ સાથ-સહકાર હોય છે.
એમની આતિથ્થભાવના અદ્વિતીય, રોટલે બહુ મોટો સ્વભાવ હસમુખે હૃદયમાં દયા, પ્રેમ, લાગણ. “લાલભાઈને મળવા જાવ એટલે પહેલાં “પ્રસાદ”ને આગ્રહ થાય ને પછી બીજી બધી વાત. આ હિસાબે પૂરા ખાનદાન. ખાનદાન એટલે ખાનારને દાન દઈ ખવડાવનાર,
શ્રી રમણીકભાઈના શુભ હસ્તે બાલંભા મુકામે તા. ૧૯-૮-૭ન્ના દિવસે ભગવાન દરિયાલાલના મંદિરની કળશવિધિને તેમ જ વજારોહણને ઉત્સવ થયે. શિક્ષણમાં પણ રમણીકભાઈને રસ. ૧૯૬૩-૬૪માં એમણે વીરબાઈમા મહિલા કેલેજને દોઢ લાખ જેટલી મોટી રકમ એકત્રિત કરી આપેલ છે. ધાબળા વિતરણ હોય કે મડિકલ કેમ્પ હોય કે પછી નેત્રયજ્ઞ હોય અથવા લાયન્સ કલબનું કોઈ સેવાકાર્ય શ્રી રમણીકભાઈ સેજપાલ ત્યાં હાય હાય ને હાય જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org