SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી રમેશચંદ્ર એલ. દલાલ સાહસ-શ્રદ્ધાથી માણસ શું સિદ્ધિ હાંસલ કરી શકે છે એ જેવું-સમજવું હોય તે શ્રી રમેશચંદ્રભાઈ એલ. દલાલની જીવનરેખામાંથી જરૂર દર્શન થશે. શાંત અને મિલનસાર સ્વભાવ, વ્યાપારી કુનેહ અને સાહસિક મનોવૃત્તિ સાથે ઉચ્ચ ધર્મભાવના અને હૈયામાં ભારોભાર પડેલી માનવતા—આ બધા સદ્ગએ ઔદ્યોગિક ક્ષેત્રે તેઓ ઘણા ઊંચા આસને બેઠા છે. વરાજ્ય પછી દેશમાં ઔદ્યોગીકરણની જે નવી હવા જન્મી તે સમયને પારખીને શ્રી દલાલે ઉમદા મૂલ્યને સાથે રાખી વિવિધ કમ્પનીઓના સૂત્રધાર બની જે અકલ્પનીય ઉન્નતિ સાધી છે તે નવી પેઢીને માટે એક સર્વોત્તમ ઉદાહરણ છે. ખંત-મહેનત અને સ્વપુરુષાર્થથી એમણે જે ઔદ્યોગિક એકમે ઊભાં કર્યા તે મેસર્સ દલાલ કન્સલ્ટન્ટ એન્ડ એંજિનિયર્સ પ્રા. લિ, મેસર્સ આર. એલ. દલાલ એન્ડ કું, મેસર્સ દલાલ પ્રોજેકટ સવિસીઝ પ્રા. લિ, મેસર્સ ઈટાડેલ ટેકનીકલ સર્વિસીઝ પ્રા. લિ. મેસર્સ કે એન ભારત લિ. વગેરે એકમેને હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. વ્યાપારી અને વ્યવહારકુશળ શ્રી રમેશચંદ્રભાઈ દલાલની ગજબની આયોજનશક્તિએ સિદ્ધિનાં પાન સર થતાં જ રહ્યા છે. નાનામાં નાની બાબત તરફ તેમની સતત કાળજી અને દેખરેખ એ એમની પ્રગતિ પાછળનું રહસ્ય છે. તેઓશ્રી પ્રોજેકટ ઈરેક્શન અને કમિશનિંગની બાબતમાં વિશાળ ફલકને આવરી લેતી કમબદ્ધ ઇજનેરી કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડવા સંબંધમાં સારી ખ્યાતિ પામ્યા છે. આ દિશામાં તેમને ઊંડો અભ્યાસ-મનન ખરેખર દાદ માંગી લે તેવાં છે. પુરુષાથી અને સંસ્કારી શ્રી રમેશચંદ્રભાઈને મળેલા સંસ્કારવૈભવની ગ્યતા અને યથાર્થતા આજ તેઓ પુરવાર કરી રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy