SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ના સ્પેર તેમણે પ્રવાસ નિ બેઝ અતીત થાય છે અભિવાદનગ્રંથ ] [ ૩૭૭ શ્રી રતિલાલ મનજીભાઈ રતિલાલભાઈ મૂળ જામનગર તરફના અને તે પછી રાજકોટના વતની ગણાયા. નાની ઉંમરથી જ સુવ્યવસ્થિત કાર્ય– પ્રણાલિકામાં માનનારે તેઓશ્રીએ જીવનની એક પણ ક્ષણ નકામી નથી જવા દીધી. હાથ ઉપર લીધેલું કામ ક્યારેય અધૂરું મૂક્યું નથી. બર્મા, કાંચીમાં તેમને ધીકતો ધંધો ચાલતો હતે પણ બીજા વિશ્વયુદ્ધના ડંકા-નિશાન વાગ્યાં અને તે બધું છોડીને સૌરાષ્ટ્રમાં તેમનું આગમન થયું. રાજકોટમાં સ્થિર થયા. ઘડિયાળના સ્પેરપાસ તથા એવી અન્ય ચીજોના કમિશન બેઇઝથી વેચાણકામ માટે સમગ્ર ભારતનો તેમણે પ્રવાસ કર્યો છે. મહિનાઓ સુધી સતત પ્રવાસ ખેડતા–જે તેમની તેજસ્વી કાર્યશક્તિની આપણને પ્રતીતિ કરાવે છે. હિંમત અને સાહસની એક માત્ર મૂડીથી તેમણે ધંધાને વિકસાવ્યું. ૧૯૫૪ થી ૧૯૨ સુધીને ધંધામાં મંદીનો વસમો કાળ પણ તેમણે જોયે; પણ નીતિમાગથી ચલિત ન થયા. જીવનમાં અનેક ઝંઝાવાતેમાંથી પસાર થઈને સ્વયંબળે જ આગળ આવ્યા. ૧૯૬૦માં ભાવનગરમાં તેમનું શુભ આગમન થયું. પરફયુમરી અને પાન-મસાલા બનાવવાનું મોટા પાયા ઉપરનું કામકાજ શરૂ કર્યું, જેમાં સારી એવી સફળતા મળી. નાનપણમાં ધર્મસંસ્કારોથી પ્રેરાયેલી તેમની ધાર્મિક વૃત્તિને કારણે ગુપ્તદાનમાં વિશેષ માનતા. નાનામોટા સાર્વજનિક ફંડફાળામાં તેમની યથાશક્તિ મદદ હોય જ, તેમનો એ ઉજજ્વળ વાર તેમના સુપુત્ર શ્રી શશીકાન્તભાઈ એ આજ સુધી જાળવી રાખે છે. શ્રી શશભાઈ પણ ભાવનગર જૈન સંઘ સાથે સંકળાયેલા છે, રોટરી કલબની શુભ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સભ્યપદે રહીને સારો રસ ધરાવે છે. શ્રી શશીભાઈ પણ એવા જ વિનમ્ર અને મિતભાષી સ્વભાવના છે. વ્યવહારુ અને વ્યાપારવાણિજ્યનું જીવન પગી શિક્ષણ તેમણે પિતાશ્રી પાસેથી મેળવ્યું જેનો ઉપગ તેઓ આજ ધંધામાં સફળ રીતે કરી રહ્યા છે. હોસ્પિટલ, સ્કૂલ વગેરેમાં તેમનું યશસ્વી પ્રદાન. લેઢાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy