SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી રમણીકલાલ મનોરદાસ માનવજીવનની ફલશ્રતિ માનવી પાસે કેટલી ધનદોલત અને ભૌતિક સંપત્તિ છે અગર તે કેટલું વધુ જીવ્યે તેના ઉપરથી નહીં પણ માનવીએ પિતાના દીર્ઘ જીવનકાળ દરમ્યાન મંગલ દાનધર્મને ક્ષેત્રે પોતાની સંપત્તિને કેવા મનોભાવથી સવ્યય કર્યો છે, સમાજસેવાને ક્ષેત્રે કેટલા નિઃસહાય-નિરાધાર માનવ કંકલેના ઉત્કર્ષ માટે ઉપયોગી બન્યા છે, તેના ઉપરથી જ માનવજીવનનું મૂલ્ય આંકી શકાય છે. માનવ જીવનની શ્રેયયાત્રામાં જ પિતાની લક્ષ્મીનો છૂટે હાથે ઉપયોગ કરનારા શ્રેષ્ઠીવર્ય શ્રી રમણીકલાલભાઈ શેઠ પણ એવા જ ગુલાબી આદમી છે. ભાવનગરના આગેવાન વેપારીઓ અને ઉદાર ચરિત દાનવીરોમાં તેમની પ્રથમ હરોળમાં ગણના થાય છે. તેમની વિનમ્ર સૌજન્યતાએ જ તેમને આજે ઊંચે આસને બેસાડ્યા છે. વ્યાપારી કાર્યકુશળતા, ઊંડી હૈયા-ઊકલત, મનનભરી વિચારશીલતા મેધાવી બુદ્ધિશક્તિ અને સુદીર્ઘ દૃષ્ટિ તેમને વારસામાં સાંપડ્યાં છે. સેવા-સૌરભથી મહેકતી આ યુવાશક્તિએ સેળ વર્ષની નાની ઉંમરથી ધંધામાં જોડાઈને વ્યાપારની પ્રગતિકૂચને ચાલુ રાખી. લેખંડ, સિમેન્ટ અને પિઈટ્સના ધંધામાં ગુજરાતમાં આ પેઢી નામાંકિત બનેલી તેમાં શ્રી રમણીકભાઈ એ યશકલગી ચડાવી. સાથે સમાજ સેવાના ઉચ્ચતમ આદશેનું જતન કરતા રહ્યા. નવું જેવા, જાણવા અને સમજવાની લગની બચપણથી હતી જ. એ તમન્નાને કારણે સમસ્ત ભારતનાં દર્શનીય સ્થાન પ્રવાસ કર્યો. યાત્રા ઘણા તીર્થસ્થાનોની કુટુંબીજને સાથે મુલાકાત પણ લીધી અને જીવનબાગને મઘમઘતો કરતા રહ્યા. વિશાળ વાંચન અને પાસને પણ ભારે શોખ. ધર્મ અને શિષ્ટ સારું સામયિકે વાંચવાની અભિરુચિ, સાહિત્યકારો તરફની પણ એટલી જ ઉમદા લાગણી એમના જીવનમાં જોવા મળી. પોતે પૂજાપાઠમાં મગ્ન હોય કે ઘેર લગ્નપ્રસંગની ધમાલમાં હોય કે વ્યાપારમાં રચ્યાપચ્યા હોય તેવે વખતે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy