SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪૮ થી ૧૯૫૦ , નિકના તંત્રી વિભાગમાં હતા ૩૭ર ] [ આપણા શ્રેષ્ઠીવર્યો પરીક્ષા પસાર કરી. કેલેજમાં પિતાના વિષયમાં પ્રથમ આવતા. બે વર્ષ માટે તેઓ ફેલ તરીકે નિમાયા. ૧૯૫૦માં એ જ વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની એમ. એ.ની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી તેમણે બળવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક, કેશવલાલ ધ્રુવ પારિતોષિક તથા સેન્ટ ઝેવિયર્સ રૉયચંદ્રક મેળવ્યા. ઈ. સ. ૧૯૬૧માં “ નળ-દમયંતીની કથાને વિકાસ” એ વિષય ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૯૪૮ થી ૧૯૫૦ સુધી એમણે મુંબઈમાં “સાંજ વર્તમાન” અને ત્યાર પછી “જનશક્તિ” દૈનિકના તંત્રી વિભાગમાં કામ કર્યું; જ્યાં એમને સમાજવાદી અગ્રણી અને તંત્રી સ્વ. અશક મહેતા સાથે કામ કરવાને મેક મળે. ૧૯૫૧માં તેઓ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે તથા એન.સી.સી. ઓફિસર તરીકે જોડાયા. તેમણે બેલગામના લશ્કરી કેન્દ્રમાં લશ્કરી તાલીમ લીધી, પરંતુ જીવનમાં ક્યારે ય બેલગામ થયા નથી. એન.સી.સી.માં વીસ વર્ષ કામ કરી મેજરના હેા સુધી પહોંચી, કંપની કમાન્ડર અને બટેલિયન કમાન્ડર તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. ૧૯૭૦થી તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા છે. ૧૯૯૩ થી પીએચ.ડી.ના ગાઈડ તરીકે તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને તેમના માર્ગદર્શન હેઠળ પંદરેક વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી મળી છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીની સેનેટ, એકેડેમિક કાઉન્સિલ વગેરેના સભ્ય છે અને ગુજરાતી બેર્ડ ઓફ સ્ટડીઝના અધ્યક્ષ છે. બોમ્બે યુનિવર્સિટી ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઈસ્ટ આફ્રિકન કાઉન્સિલ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર સેકન્ડરી એક્ઝામિનેશન તથા જુદી જુદી યુનિવર્સિટીઓની જુદી જુદી સમિતિના સભ્ય તરીકે સેવા આપતા રહ્યા છે. તેઓશ્રી મુંબઈ જેન યુવક સંઘ તથા શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy