SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ] | આપણું શ્રેષ્ઠીવર્યો તાથી કાર્ય લેવા માટે તેમ જ સમાજના દરેક સ્તરમાં સારે ભાગ લઈ લોકોની ચાહના મેળવવા માટે ૨૦ જાન્યુઆરી ૧૯૮૭ના રાજ દિલ્હીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગ્યાની ઝેલસિંગના હાથે મેળવ્યો. આવા શ્રેષ્ઠીશ્રીનું આરોગ્ય દીર્ધાયુષ્ય અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ સિદ્ધિઓ મેળવે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. સ્વ. શ્રી માણેકલાલ શંઘજી શાહ માનવીના જીવનનું મૂલ્ય શું કે પરિવારના સંસ્કારોનું મૂલ્ય શું ? તે મૂલ્ય તે તેની પાસે કેટલી ધન-દોલત છે તેના ઉપરથી નહીં પણ દાનધર્મને ક્ષેત્રે તેમણે કેવાં કેટલાં દાન કર્યા, મનની ઉદારતાને ક્યાં ક્યાં પરિચય થયો છે તેના ઉપરથી અંકાય છે. - સ્વ. શ્રી માણેકલાલભાઈ મૂળ નિંગાળા (બેટાદ)ના વતની. સિત્તેર વર્ષ પહેલાં આ શ્રેણીનું મુંબઈમાં આગમન થયું. જીવનમાં કાંઈક કરી છૂટવાની તમન્ના અને તાલાવેલી હતી. સેવાપરાયણતાના સંસ્કારે નાનપણથી જ માતાપિતા પાસેથી મળેલા. અન્યને દુઃખી જઈને તેમને આત્મા કકળી ઊઠતે, કરુણ અને દયાના ભંડાર સમા આ શ્રેણીને ગરીબ પરત્વે અપાર લાગણી અને મમતા હતી. અને તે કારણે જ તેઓ સૌને વિશાળ સમાજના પ્રીતિપાત્ર અને આદરણીય બની શક્યા. નિરાધાર પરિવારને હમેશાં મદદ કરતા રહ્યા. દીનહીનાની ભક્તિને જ્યારે જ્યારે પ્રસંગ ઊભું થાય ત્યારે તેનું મન હિલોળે ચડતું. બોટાદમાં સ્વ. જેઠાલાલ શઘજી શાહ નામે સ્થાનકવાસી જૈન બોર્ડિંગ તથા સ્ટેશન પાસે સ્વ. શ્રી. માણેકલાલ તથા સ્વ. શ્રી જેઠાલાલ સંઘજી શાહ સોનાવાલા હોસ્પિટલમાં અપાયેલું મોટું દાન એ પરિવારની મેટી દેણગી છે. આ દાનગંગા લગભગ બે દાયકા પહેલાં વહેતી કરી હતી. બોટાદ અને તાલુકાની સમગ્ર પ્રજા આ સેનાવાલા હોસ્પિટલને સારી રીતે લાભ લે છે. આ બીનાથી દાતાના પરિવારને પણ પૂરો સંતોષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy