SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૩૫૫ નિયમ એ એમના જીવનને નિર'તર દૈનિક ધાર્મિક કાર્ય ક્રમ હતા. સંસ્કૃત વ્યાકરણ, ન્યાય, સાહિત્ય તેમ જ પ્રાકૃત ભાષાના તેએ સારા અભ્યાસી હતા. અરિહંતના ધ્યાનમાં જ આયુષ્યની સમાપ્તિ થવી એ જ જીવનનું સાચું સરવૈયું છે. એ સાચા સરવૈયાના અમુક પ્રમાણમાં તેઓ પણ અધિકારી બની શકયા. આ ઉપરાંત અનેક જૈનાચાર્યો અને જૈન-જૈનેતર સસ્થાઓને તેમના પરત્વે ખૂબ જ માન-સન્માનની લાગણી હતી. તેમના સ્વર્ગવાસ વખતે ૪૦ જેટલી સંસ્થાએએ અશ્રભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. ધમ અને જીવન વચ્ચે કાઈ દીવાલ તેમણે રહેવા ન દીધી. જીવન એ જ ધર્મ છે એવી સમજપૂર્વક તેઓ જીવ્યા. હજારો વિદ્યાર્થીઓના જીવનમાં તેમણે ધર્મનાં ખીજ વાવ્યાં. ધર્મસૂત્રા શીખવવાની તેમના પાસે અદ્ભુત કળા હતી. જીવન અતિ સાદું અને નિ`ળ હતુ. અ ંગત જરૂરિયાતા ઘણી જ એછી. ગુણાનુરાગીપણું એમની ખાસ વિશિષ્ટતા હતી. તેમની કાર્યશક્તિ ગજબની હતી. વાંચનની પદ્ધતિ ઉત્તમ હતી. તેઓ અવારનવાર કહેતા કે, જીવનની સફળતા માટે સતત કર્માંની જરૂર રહે છે. અડધી સદી સુધી ધાર્મિક શિક્ષણના વ્યવસાય દ્વારા શ્રી માવજીભાઈ એ જીવનમાં સતત આનંદને જ અનુભવ કર્યો છે. તેમની જ્વલંત જ્ઞાનનિષ્ઠા અને અનન્ય ધર્મશ્રદ્ધાને કારણે તેઓ સમ્યક્ ચારિત્રના પ્રકાશપુંજ સારી રીતે પામી ગયા. અનેકાએ આ જીવનશિલ્પીની ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. જીવન સંજીવની તેઓશ્રીએ પુરુષા અને પરિશ્રમથી મેળવી હતી. અને એટલે જ સમાજમાં તેમની સુવાસ પ્રસરેલી છે. શ્રી માવજીભાઈના જીવનસાફલ્ય પાછળ ખરી અધિષ્ઠાત્રી તો પૂ. શ્રી અમૃતબેન જ રહ્યાં. શ્રી માવજીભાઇની ભાવનાને મૂર્તિમત કરવામાં અમૃતબેને જે સાથ આપ્યા છે તે ચિરસ્મરણીય બની રહેશે. પતિના એક એક કામમાં સહકાર ઉપરાંત પુત્રાને પણ ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાન સારી રીતે મળે તેની સતત કાળજી રાખતાં. સારા સસ્કારે આપવા માટે તેમની ચીવટ નોંધપાત્ર હતી. ગમે તેવા કપરા સંજોગોમાંથી પણ માર્ગ કાઢવાની કુશળતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy