________________
૩ર૪ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો એમણે “મહેન્દ્ર બ્રધર્સ ” નામની પેઢી શરૂ કરી. ધીરે ધીરે હીરા ઘસવાના ઉદ્યોગમાં આ પ્રદેશના અનેક યુવાનો જોડાયા અને તેઓ જોતજોતામાં બે પાંદડે થયા.
બાબુશાને નવસારીએ પ્રેમ અને પ્રતિષ્ઠા આપ્યાં. નવસારીમાં આવ્યા ત્યારે એમની આર્થિક સ્થિતિ સામાન્ય પણ ધંધાકીય સૂઝ, સંનિષ્ઠ, માયાળુ, પોપકારી ઉદાર સ્વભાવ—એ કારણે એમના ઉદ્યોગનો વિકાસ થાય અને આર્થિક સદ્ધરતા પણ આવી. એથી આકર્ષાઈ નવસારીમાં અનેક પાલનપુરના જૈન પરિવારે આવ્યા અને એમણે પણ હીરા ઉદ્યોગમાં ઝંપલાવ્યું. પછી આ વિભાગના પણ અનેક પટેલ પરિવાર માટે હીરા ઉદ્યોગમાં શ્રી બાબુશા મિત્ર અને માર્ગદર્શક બન્યા.
મહેન્દ્ર બ્રધર્સ: ઊજળું નામ—હીરાને વ્યાપાર વધતાં અને હીરાના વ્યાપારનું મુખ્ય બજાર એન્ટવર્પ, યુરેપ-ઈઝરાયલ હેવાથી એ માટે મુંબઈ વધુ અનુકૂળ હતું એટલે બાબુશા મુંબઈ ગયા અને નવસારીના હીરા ઉદ્યોગની જવાબદારી એમના ભત્રીજા મહેન્દ્રને સપી. મુંબઈમાં પિતાની કેઠાસૂઝને કારણે ધીરે ધીરે એમને વ્યાપાર વિકસતે ગયે. મુંબઈમાં પંચરત્ન બિલ્ડિંગમાં છઠ્ઠા માળે મહેન્દ્ર બ્રધર્સની મુખ્ય પેઢી આજે છે. તેની હીરા બજારમાં સારી શાખ-પ્રતિષ્ઠા છે. પણ ધંધાના વધુ વિકાસ માટે બાબુશાએ અન્ટવર્ષમાં પેઢી સ્થાપી અને એની જવાબદારી મહેન્દ્રભાઈને સોપી.
ધંધાકીય નિવૃત્તિ:–બાબુશા હિરાના ધંધામાં અઢળક કમાયા, પણ એમને ભૂતકાળ એ કદી ભૂલ્યા નહિ. મોટાભાઈ ચીમનલાલ એમને મન પિતાતુલ્ય હતા. નાનપણમાં પિતા ગુજરી ગયા પછીની જવાબદારી ચીમનભાઈએ સંભાળી. બાબુશાને હીરાના ધંધામાં પ્રવીણ કર્યા. એ મોટાભાઈને યાદ કરતાં કરતાં અનેકવાર શ્રી બાગમલભાઈની આંખો ભીની બની જાય છે. પિતે ધાર્મિક વૃત્તિના હોવાથી અને ઉંમર અને તબિયતને કારણે એમણે ધંધાની બધી જવાબદારી એમના ત્રણ ભત્રીજા અને ચીમનલાલના સુપુત્રો સર્વશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org