SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ રરર | [ આપણા શ્રેષ્ઠીવ ભક્તિએ તેમને ઉત્તરોત્તર યારી આપી. સમાજ-જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં એમની દૃષ્ટિ ફરી વળી. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં તન-મન-ધનથી સૌને ઉપયોગી બની રહ્યા. એમની આ સૌમ્યતા અને વાત્સલ્યતા અનેકેને સ્પર્શી ગઈ શ્રેણીશ્રી બાબુભાઈના પરિચયમાં આવનાર સૌ કોઈને તેમનામાં શીલ, સંયમ, સેવા, શ્રદ્ધા અને સમાજસેવાના પ્રખર પુરસ્કત તરીકેનાં દર્શન થતાં રહ્યાં છે. પોતાના સ્વપુરુષાર્થના બળે અને અખૂટ હિંમત અને સાહસનું ભાથું બાંધી મશીનરી વ્યવસાયમાં એમણે જે કદમ માંડ્યાં તેમાં જે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી તે તેમની ઊંડી સૂઝ-સમજ અને કાબેલિયતની પ્રતીતિ કરાવે છે. ધર્મસંપન્ન આ શ્રેણીને અરિહંત પરમાત્માની સેવાપૂજાનિત્ય દેવદર્શન ઉપરાંત સિદ્ધચક્રપૂજનમાં અત્યંત રસ અને દિલચપી. ઓળી, ઉપધાન, માસમણ કે અઠ્ઠાઈ_આવાં નાનાંમોટાં વ્રતો આ પરિવારનું એક કાયમી નજરાણું જાણે બની રહ્યું. ખૂબ જ ભક્તિભાવથી કુટુંબ આખું ઊંડી લગન અને અતૂટ શ્રદ્ધા સાથે શાસનસેવાનાં વિવિધ આયેાજનેમાં હમેશાં મોખરે રહ્યું છે. બાબુભાઈ ન્યાલચંદ મહેતાએ જામનગર હાલાર વિશાશ્રીમાળી જ્ઞાતિ, મુંબઈના પ્રમુખ તરીકે, જે. એચ. વી. એસ. જેન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નેમીનાથ મહારાજ જૈન દેરાસરની પિટી, પાયધુનીના ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. કુટુંબ સાથે અમેરિકા, યુરોપ, જર્મની અને ભારતનાં લગભગ મેટા ભાગનાં સ્થળેએ દેશાટન કરીને અનુભવોનું ભાથું મેળવ્યું છે. સાન્તાકઝ જૈન સંઘના મેભી બનીને ઘણાં વર્ષો સુધી સેવા આપી છે. ઓલ ઈન્ડિયા જૈન કેન્ફરન્સ અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓમાં સક્રિય બનીને સમાજને સુંદર દોરવણી આપી છે. વતન જામવણથલીમાં હાઈસ્કૂલ ઊભી કરી છે. જામનગરમાં હાલાર વિદ્યોત્તેજક સંસ્થાને તેમણે ઘણું મોટું બળ આપ્યું છે. વિસા શ્રીમાળી જ્ઞાતિ-મુંબઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy