SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૩૦૭ કરનારા પિોપટભાઈ નરસી વોરાની પાસે બેસીને વાતું કરતાં ને કરાવતાં છક થઈ જવાયું કે આ તો ગાંધીજીની યે મોરના. ૧૯૦૪માં તો સૌરાષ્ટ્રની મોટી પાનેલીના યા એ બી સી ડી ના યે ભાન વગરના આ અઢાર વર્ષના અણઘડ જુવાનિયાએ લંડન ખેડયું હતું, જ્યારે સામ્રાજ્યને હચમચાવનારા સાવરકર, શ્યામજી કૃષ્ણવર્મા અને વિઠ્ઠલભાઈ પટેલ જેવા અટકી વીરની લંડનની ખેપ થતી; જ્યાં બેરિસ્ટર થવા જવાહરલાલ નહેરુને અને આઈ.સી. એસ. માં જોડાવા સુભાષચંદ્ર બોઝને હજુ બહુ પાછળથી જવાનું હતું એ દુનિયા આખીની ગ્રાંટ અને નાણાવટના લેણા ઘુમાવનાર લંડનમાં મોટી પાનેલીને જુવાનિયો પોપટ નરસી ઊતરી પડે છે. શાકાહારી તે ખરે જ તેમાં વળી શ્રાવક, શ્રીમદ્ રાજચંદ્રની સગાઈનાં ડાંક છાંટણું પણ ખરાં. પાનબીડીના ય વ્યસન વગરના જુવાન પિપટને ખાવાપીવામાં લગીરે કેચવાવું નહોતું પડ્યું. પહોંચાતા લંડન વેપાર ખેડવા પણ અંગ્રેજી ભાષા હરે પનારે જ નહોતે પાડ્યો. થોડીક વેપારી ઢબે એમણે પેલું જૂનું નીતિશાસ્ત્ર નવેસરથી ગોઠવી લીધું હતું: “ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર.” ભાષાને કોઈ ઘોળી પીવાની નહોતી. લંડનમાં મુદ્દાની વાત હતી જીવ કેટલેક બાંધીને સાથે લાવ્યા હતા. નરવું બેંક બેલેન્સ હોય તો કેઈ કાયદા-આપદા નહોતી નડવાની. પોપટભાઈ ભૂતકાળને વાગોળતા જરાય પીળા નહિ પડેલા અવાજે પતવણું કરી રહ્યા હતા. જેને વેપાર કરે હોય ને ઈ તો સામેથી ગતતો આવે. સીધે કરવાની મરજી હોય એને અજાણી ભાષાની કાંઈ અડચણ નથી પડતી. એ જમાનામાં દોરી-લોટા સાથે પરદેશ ખેડનારાઓની પાયરીમાં પોરબંદરના નાનજી કાળીદાસ મહેતાનું નામ સહેજે જ રમણે ચડી જતું હતું. વરસના બોક રૂપિયાની બંધણીએ કેન્યા પહોંચવું. થોડાક વખતમાં જ પગ ટેકવીને પછી ઉપાડી સાયકલ અને બાંધી ફાંટ મીઠાની અને પરચૂરણ ચીની અને દિવસેના દિવસો કેન્યાનાં ગામ–જંગલોમાં ફેરી કરતાં કરતાં બે પાંદડે થવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy