SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ] | આપણું શ્રેષ્ઠીવર્યો એક પ્રગતિશીલ યુવાનમાં હેવી ઘટે તેવી સૂઝ સહનશીલતા અને સાહસિક શક્તિ વડે વ્યાવસાયિક પ્રગતિ સાધીને પરિવારના નામને યશકીર્તિ અપાવી જનાર, નાની ઉંમરથી જ ધંધાના વિકાસમાં જવલંત નિપુણતા દાખવી અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી જનાર સ્વ. શ્રી પ્રતાપભાઈ ગાંધી આવા જ પુરુષાર્થને ઉત્તમ નમૂને બન્યા. વિરલ વારસો સદ્ગતના પિતાશ્રી શ્રી પ્રભુદાસ મેહનલાલ ગાંધી તથા કાકાશ્રી ગીરધરલાલ મોહનલાલ ગાંધી ગોહિલવાડ જિલ્લાના ભદ્રાવળ ગામના વતની પણ વર્ષો પહેલાં તેઓએ મુંબઈ આવી અનેક તાણ-વાણા વચ્ચે જીવનસંઘર્ષ આદર્યો અને ધંધાનો સારે વિકાસ કર્યો. ઘેવારી સમાજમાં સારું એવું માનપાન પામ્યા. એવા પ્રતાપી પિતાના ગૃહે જન્મ પામીને શ્રી પ્રતાપભાઈએ એમના વિરલ વાર દીપાવ્યો હતો. તા. ૨૮-૨-૪૮ના રોજ મુંબઈમાં જ તેમનો જન્મ થ. મેટ્રિકયુલેશન સુધીનું શિક્ષણ પણ મુંબઈમાં જ પ્રાપ્ત કર્યું. પુરુષાર્થનું પ્રતીક મહાનગરી મુંબઈને કર્મભૂમિ બનાવી નાની પંદર વર્ષની ઉંમરથી જ ધંધાના વિકાસમાં જોડાયા અને ભારે જહેમત ઉઠાવી. ધિ મુલતાની ડેરી ફાર્મ, જેન–દુગ્ધાલય, મનેજ આઈસક્રીમ વગેરેના સફળ સંચાલનમાં તેમના બંધુએ શ્રી કપુરચંદભાઈ શ્રી હસમુખભાઈ શ્રી અરવિંદભાઈ તથા શ્રી મનોજભાઈના સાથ-સહકારમાં મહત્ત્વનો ભાગ ભજવીને તેઓશ્રી વેપારી આલમમાં અને જ્ઞાતિસમાજમાં સારી ચાહના અને નામના કમાયા. પ્રેરક પ્રતિભા તેજસ્વી લલાટ, પ્રતાપી અને પ્રેમાળ આંખે, શાંત મુખમુદ્રા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રથમ દર્શને જ પ્રતિભાની પ્રેરક પ્રભા પ્રસરાવતું હતું. નાના ભાંડરડાં હસમુખ, મનેજ, મમત નાની કુમળી વયનાં હતાં. તેમના લાલન-પાલન અને ઉછેરમાં શ્રી પ્રતાપભાઈએ સુંદર ભાગ ભજવ્યો. ઉષ્માભર્યું વાત્સલ્ય ભાંડુઓને હમેશાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy