SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ] આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી પ્રવીણચંદ્ર કૂલચંદ શાહ સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ અને રળિયામણું નગરી મધુપુરી–મહુવાના મૂળ વતની શ્રી પ્રવીણચંદ્ર ફૂલચંદ શાહને જન્મ તેના મેસાળ તળાજામાં સં. ૧૯૭૭ના અષાડ સુદિ-૮ મંગળવાર તા. ૧૨-૭-૧૯૨૧ ના દિવસે થયો હતો. તેમના સ્વ. પિતાશ્રી ફૂલચંદ ખુશાલચંદ શાહ મહુવાના એક અગ્રગણ્ય, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી વ્યક્તિ હતા. આજથી ૮૫ વર્ષ અગાઉ માત્ર પંદર વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવનાર ઘારી વીશા શ્રીમાળીની ગણીગાંઠી વ્યક્તિઓ પૈકીના એક હતા. પિતે અત્યંત સેવાભાવી અને પરગજુ હતા એટલે તે સમયે અનેક નવા મુંબઈ આવતા આપણું ઘોઘારી જૈન મહાનુભાને તેઓ યોગ્ય વ્યવસાય શોધી આપતા. આ રીતે તેઓ માત્ર મહવાના આગેવાન જૈન ન રહેતાં મુંબઈને સમસ્ત ઘોઘારી જૈન ભાઈ એના પણ આગેવાન હતા. તેઓ અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને દીર્ઘ દ્રષ્ટા હતા. શ્રી પ્રવીણચંદ્રભાઈનાં માતુશ્રીએ પણ પતિની સેવાભાવનાને વારસો અખંડ રીતે જાળવી રાખે છે. વૃદ્ધાવસ્થા છતાં તેઓ આજે શ્રી માટુંગા જૈન સંઘના મહિલા મંડળના પ્રમુખ તરીકે પિતાની સેવા આપી રહ્યાં છે. શ્રી ફૂલચંદભાઈ ૮૫ વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભેગવી આજથી સેળ વર્ષ પહેલાં વર્ગવાસી થયા છે. શ્રી પ્રવીણચંદ્રભાઈને ત્રણ ભાઈઓ છે. ડે. ચંદુલાલભાઈ, શ્રી. ધીરજલાલભાઈ અને શ્રી અનંતરાયભાઈ ડો. ચંદુલાલભાઈ અમદાવાદમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ચામડી અને ગુપ્ત દર્દોના વિભાગના વડા અને પ્રોફેસર છે. તેઓ ગુજરાત તેમ જ રાજસ્થાનમાં આ વિષયના પ્રથમ નિષ્ણાત છે અને ઘણાં વરસેથી અમદાવાદમાં કન્સટિંગ પ્રેક્ટિસ કરે છે. શ્રી ધીરજલાલભાઈ અને શ્રી અનંતરાયભાઈ અને શ્રી પ્રવીણચંદ્રભાઈ સાથેના જ ધંધામાં છે. શ્રી પ્રવીણચંદભાઈની કારકિર્દી બહુ નાની વયે જ શરૂ થઈ. શરૂઆતમાં લગભગ ત્રણેક વરસ શેરબજારમાં કામ કરી તેઓ મેસર્સ પી. બી. શાહ એન્ડ કંપની સાથે જોડાયા અને ટૂંક સમયમાં જ તેને વહીવટ કુશળતાપૂર્વક સંભાળી લીધો. ત્યારબાદ સત્તાવીસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy