SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫o | _| આપણા શ્રેષ્ટાવાયા શ્રી નાનચંદ મૂળચંદ દોશી શ્રી નાનચંદભાઈનો જન્મ સં. ૧૯૪૯ના માગશર સુદ ૧૨ તા. ૫-૧૨-૧૮૯૨ના દિવસે ભાવનગર જિલ્લાના વરલ ગામે થયો હતે. નાનપણમાં તેઓ બુદ્ધિશાળી હતા. તેમણે વિચાર્યું કે જાતની, કુટુંબની અને ગામની આબાદી માટે પરદેશ જવું જરૂરી છે. ૧૪ વર્ષની નાની ઉંમરે સં. ૧૯૬૩માં મુંબઈ આવ્યા. શરૂ શરૂમાં નોકરી કરી અનુભવ લીધા બાદ સં. ૧૯૯૦માં મૂળજી જેઠા મારકેટમાં નાનચંદ મૂળચંદના નામની કાપડની દુકાન કરી તેને ભારે વિકાસ કર્યો. તેમના પ્રથમ લગ્ન મહુવા અને બીજા લગ્ન ઠળિયા થયા હતા. તે બહેનનું આયુષ્ય પણ ટૂંકું જ હતું. ત્રીજી વખત તેમના લગ્ન દાઠા ઓધવજી દેવચંદની સુપુત્રી રંભાબહેન સાથે થયું. તે પણ ૧૯૮૯માં સ્વર્ગવાસ પામ્યાં; ૪૦ વર્ષની વયે વિધુર થયા. મોટા કુટુંબના બધાએ ફરી લગ્ન કરવા સમજાવ્યા પણ પુત્ર-પુત્રીઓ હતાં તેથી કુદરતી રીતે પ્રાપ્ત થયેલા જીવનને સ્વીકારી લેવામાં સુખ માન્યું. જન્મભૂમિ વરલ નાનકડું પણ ભૂમિ રળિયામણું અને સેહામણી. તેઓ વારંવાર વરલ જતા અને ત્યાંના લોકોના સુખચેન માટે બધું બનતું કરી છૂટતા. તેમને વરલનિવાસીઓ માટે અનન્ય પ્રેમ અને ભક્તિ છે. દુકાળમાં રૂ. પ૦૦૦ સસ્તા ભાવે અનાજ પૂરું પાડવા આપેલા. વિશાળ કુટુંબમાં ઉછેર હોવાથી તેઓ સહિષ્ણુ, સમજુ, સુખદુઃખ સમજનાર છે. આજે ૯૧ વર્ષની વયેવૃદ્ધ ઉંમરે તેઓ યુવાનને શરમાવે તેવી સ્વસ્થતા અને સ્કૂર્તિથી કાર્યો કરે છે. ૬૦ વર્ષની વયે તે તેઓ ધંધામાંથી નિવૃત્ત થઈ ગયા. તેમના બને પુત્રો ભાઈશ્રી કેશવલાલભાઈ તથા ભાઈશ્રી જયચંદ્રભાઈ બધે કારભાર સંભાળે છે. તેમણે તે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમને દીપાવ્યું છે. કુટુંબવલ તે એવા કે નાનામાં નાનું બાળક નાનચંદ દાદા પ્રત્યે પ્રેમભાવ દર્શાવે છે. આ અનુપમ પ્રેમ મેળવનાર બહુ વિરલ હોય છે. ઉદારચરિત પણ એવા જ યશવિજયજી જેન ગુરુકુળ, પાલીતાણાના સુવર્ણ મહોત્સવ પ્રસંગે અતિથિવિશેષ તરીકે તેમની વરણીમાં એક રોલર માટે રૂ. ૭૫૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy