________________
અભિવાદનગ્રંથ ]
[ ૨૩૧ વ્યાપારી તેમ જ ઔદ્યોગિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહીને તેમની વ્યાપારી કુનેહ અને જ્ઞાનનો લાભ આ સંસ્થાઓને આપતા રહ્યા છે.
સરકારશ્રીએ પણ ગુજરાતના આ નેતા પુત્રની વખતેવખત કદર કરી છે. તેઓશ્રી સરકાર હસ્તકનાં ઘણાં બધાં જાહેર ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાઓ દીપાવી ચૂક્યા છે. બેંક ઓફ બરોડામાં ડાયરેકટરપદે રહેવા ઉપરાંત હાલમાં તે ગુજરાત સરકારના એક ખાનગી સાહસ ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન’નું ચેરમેનપદ શોભાવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે પણ પેશ્યલ એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટની પદવી આપી તેમનું બહુમાન કર્યું છે. ઘેડા સમય પહેલાં વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીના અંગત સલાહકાર સ્વ. શ્રી એલ. કે. ઝાની આગેવાની હેઠળ ભારતના આગેવાન ઉદ્યોગપતિઓનું એક મંડળ જાપાનના પ્રવાસે ગયું હતું. આ પ્રતિનિધિમંડળને ઉદ્દેશ ભારત અને જાપાનના વ્યવસાયિક સંબંધો વધુ મજબૂત બનાવવાને હતું. શ્રી નરેન્દ્રભાઈ એ આ મંડળના એક સક્રિય સભ્ય તરીકે જાપાનમાં રહેલી તેમની ઓળખાણને મહત્તમ લાભ આપ્યો હતો અને મંડળના ઉદ્દેશને પાર પાડવામાં મહત્ત્વની કામગીરી બજાવી હતી.
પ્રમાણિકતા, સાહસિકતા, દીર્ધદષ્ટિ અને કાર્યદક્ષતાથી શ્રી નરેન્દ્રભાઈએ વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રે અભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એમના તેજસ્વી જીવનની વિશિષ્ટતા એ છે કે જે કામગીરી તેઓ ઉપડે છે તેમાં તેઓ પિતાની તમામ તાકાત કેન્દ્રિત કરે છે. પરિણામે આવી કામગીરી સફળ થાય છે.
શ્રી નરેન્દ્રભાઈએ જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, છતાં ય તેમને સ્વભાવ હંમેશાં નિરભિમાની રહ્યો છે. જ્ઞાતિનાં, સમાજનાં, વતનનાં અને અન્ય સામાજિક કાર્યોમાં પિતાને ફાળે આપવા હંમેશા તત્પર રહ્યા છે. અનેક નાનીમેટ સખાવતે કરી છે. લેકકલ્યાણની પ્રત્યેક પ્રવૃત્તિઓમાં સાથ અને સહકાર આપી તેમના સદૂગત પિતાશ્રીએ આપેલા સંસ્કારનો વારસે જાળવી રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WVWV