________________
અભિવાદનગ્રંથ ] પ્રમુખપદની તેઓશ્રીએ અવિરત બાર વર્ષ સુધી ઉઠાવેલી જવાબદારી એકધારી અને અથાગ પ્રવૃત્તિઓને ગાજતી કરનારી નીવડી હતી. શ્રી સૌરાષ્ટ્ર સેવા સમાજનું પ્રમુખપદ અને ટ્રસ્ટીપદ તેઓએ દીપાવ્યું છે. લાયન્સ કલબના પ્રમુખપદે પણ સેવા આપી છે. પુના કલબ લાઈબ્રેરીના વર્ષોથી સેક્રેટરી અને ટ્રસ્ટી છે. એ ઉપરાંત અનેક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સદાય મોખરે રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ઈ. સ. ૧૯૮૨માં યજાયેલા ગુજરાતી ચલચિત્ર સુવર્ણ જયંતી મહોત્સવની પુના સમિતિના અધ્યક્ષપદેથી ઉત્તમ કાર્ય બજાવ્યું હતું.
આ સામાજિક પ્રવૃત્તિઓમાં તેમનાં ધર્મપત્ની સૌ. ચંદ્રાબહેન સંપૂર્ણ સહકાર આપી રહ્યાં છે. હાલમાં સૌરાષ્ટ્ર સ્થાનકવાસી સમાજના પ્રમુખ તથા સમાજનું કાર્યાલય તથા જેન ભવનનું રૂ. ૧૦ લાખનું નિર્માણકામ હાથમાં લીધું છે.
છે. સમાજમાં જ
છે. ખૂબ જ મહેનત
લવાડના જાણીતા
સ્વ. શેઠશ્રી દુલચંદ બેચરદાસ શાહ જેમની દાનશીલતા અને માંગલિક ધર્મભાવનાની સુવાસ માત્ર જૈન સમાજમાં જ નહિ, જેનેરેમાં પણ તેમના ચારિત્ર્યની સુવાસથી જાણીતા બન્યા છે. ખૂબ જ મહેનત અને પુરુષાર્થ કરીને સામાજિક પ્રતિષ્ઠા હાંસલ કરી છે, તે મુંબઈમાં ગુલાલવાડીના જાણીતા નોન-ફેરસ મેટલની જાણીતી પેઢી મેસર્સ તિલકચંદ ડી. શાહની ક.ના ભાગીદાર અને શ્રી તિલકચંદભાઈના પિતાશ્રી ધુલચંદભાઈ બેચરદાસ શાહ બિન-લેહ ધાતુના નિષ્ણાત વેપારી હતા. તેમની પાસેથી અનેક વેપારીઓએ પ્રેરણા લઈ પોતાને વ્યવસાય જમાવેલ. સ્વ. ધુલચંદભાઈ ફક્ત વેપારી હતા એટલું જ નહિ પણ જેન ધર્મના અગ્રગણ્ય દેતા હતા. જીવન પર્યંત ધર્મપરાયણ રહી પુત્રપત્રને એ જ આદેશ આપતા. તેમનું અવસાન તા. ૧૮-૯-૧૯૮૦ ના રોજ થયું. તેમના અવસાનથી જેન સમાજે એક દાતા ગુમાવેલ છે. તેમના દ્વારા થયેલા દાનથી પાલીતાણા, શંખેશ્વર વગેરે અનેક સ્થળોએ ધર્મશાળા વિ. ઊભાં થઈ શક્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org