SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] શ્રી ધીરજલાલ મેાહનલાલ શાહ જનસમાજમાં ચિર‘જીવ સુવાસ એમની જ મહેકતી રહે છે જે સ'સારના દરેક વ્યવહારોમાં નિષ્ઠાને, પ્રમાણિકતાને, નીતિ– ન્યાયને વળગી રહ્યાં છે. શ્રી ધીરજલાલભાઈ આવી બહુમુખી પ્રતિભાસપન્ન વ્યક્તિ છે. [ આપણા શ્રેષ્ઠીવર્યા સ્વાશ્રય અને પુરુષાર્થના અળે આગળ વધી તેએ આજે એક સફળ વ્યાપારી તથા વિશિષ્ટ રસાયણના ઉત્પાદક અન્યા છે અને સૌજન્યભર્યો વ્યવહારથી હજારો હૈયાંમાં માનભર્યું સ્થાન પામ્યા છે. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયને અનુસરતા દશા શ્રીમાળી જ્ઞાતિના શ્રી મેાહનલાલ શાહને ત્યાં માતા સમતાબહેનની કુક્ષીએ તેમના જન્મ થયેા. આઠ વર્ષની ઉંમરે માતાના દેહવિલય થયા પણ પિતાએ એમના પર અનેરુ વહાલ વરસાવી તેમની ખેાટ લાગવા ન દીધી. અભ્યાસ માટે તેએ સુરેન્દ્રનગર ગયા અને મેટ્રિક સુધી પહોંચ્યા. તેમને અભ્યાસમાં આગળ વધવાની તીવ્ર તમન્ના હતી પણ ભવિતવ્યતા જુદી જ નિર્માયેલી હતી. એટલે તેઓ અભ્યાસ બ્રેડી વ્યવસાયમાં પડયા. સને ૧૯૪૩ની સાલમાં તેએ મહાનગરી મુંબઈમાં આવ્યા અને અનેક સ્નેહીઓની લાગવગથી કેમિકલ લાઈનમાં નોકરી મેળવી શકયા. જે કામ કરવું તે ઉત્સાહ અને ખંતથી કરવું એ એમના સિદ્ધાંત હતા, એટલે ત્રણ વરસની આ નોકરી દરમ્યાન તેઓ કેમિકલ-રસાયણા સંબંધી સારુ' જ્ઞાન મેળવી શકયા. ત્યારબાદ કેનવાસર તરીકેનું કામ શરૂ કર્યુ તેમાં તેમની ઓળખાણ વધી, કાર્ય કરવાની વિશેષ કુનેહ સાંપડી અને તેણે સ્વત ંત્ર વ્યાપાર કરવાનું આત્મબળ પૂરું પાડ્યુ. ૧૯૪૮માં તેમણે ધીરજલાલ એન્ડ કુાં; થીનસ મેન્યુફેકચરર તરીકે કામ શરૂ કર્યું અને તેમાં ઉત્તરાત્તર પ્રગતિ સાધી, આજે થીનસ મેન્યુફેકચરમાં તેમની પેઢી પ્રથમ પંક્તિમાં આવે છે અને ભારતનાં સુપ્રસિદ્ધ શહેરામાં સંખ્યાબંધ સેલિંગ એજન્ટો ધરાવે છે. શ્રી ધીરુભાઈ ઘણી વ્યાપારી અને સામાજિક સ'સ્થાએ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy