SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ]. [ આપણ શ્રેષ્ઠીવર્યો સંસ્થાઓમાં તેમનું યશસ્વી પ્રદાન કરેલું છે. ગુરુભક્તિ, આરાધના અને જેન સામાજિક કાર્યોમાં શક્ય એટલા મદદરૂપ બનવાની તેમની લાગણી ક્યારે ય છૂપી રહી નથી. જીવનમાં કાંઈક જેવા-જાણવાની અને સમજવાની દષ્ટિએ લગભગ સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો છે. પિતાની પંચાવન વર્ષની ઉંમરમાં જ ખૂબ બહોળો અનુભવ મેળવીને તેઓ અનેકને ઉપયોગી થઈ પડ્યા છે. આ બધાં ક્ષેત્રે પ્રગતિ પામવામાં એક માત્ર તેમનું મજબૂત મને બળ મુખ્ય ભાગ ભજવી રહ્યું છે. બહારથી આવનારાઓ તરફના તેમના આદર-મભાવ આગળ તેમને વંદન કર્યા વગર રહી શકતા નથી. યાચિત વિવેક અને વ્યવહાર તેઓ કદી પણ ચૂક્યા નથી તેવી એક સામાન્ય છાપ તેઓ જરૂર ઊભી કરી શક્યા છે. તેઓ શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાય સાથે ખૂબ જ ગાઢ સંકળાયેલ છે. એટલું જ નહિ પરંતુ અનન્ય ગુરુભક્ત છે. ધર્મના સંસ્કારે જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલ છે, તેના છે. મન સી પરિણામે પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મ. સા.ના અનાર સાના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી વિમેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી નવપદ ઉપાસક મંડળની સ્થાપના કરી. દર વષે વિવિધ ગુરુભક્ત તરફથી સામુદાયિક ચૈત્રી ઓળીની આરાધના કરાવવામાં આવે છે. શ્રી ઘનુભાઈ ભટ્ટ શ્રી ધનુભાઈ ભટ્ટ વિદ્યાર્થી અવસ્થાથી જ એક ઉત્સાહી અને સૌનું કામ કરી છૂટનાર વ્યક્તિ તરીકે જાણીતા હતા. મહાત્મા ગાંધીજીના આંદોલનનો એ વિદ્યુતપર્શી યુગ હતો. આઝાદીની લડાઈમાં ભાગ લેવાનું કેણ ટાળી શકે? શ્રી ઘનુભાઈએ પણ યથાશક્તિમતિ આ લડતમાં ભાગ લીધો. કેસ સેવાદળની એમની પ્રવૃત્તિ વધુ જાણીતી બની. વ્યાયામને એમને રસ એ સમયથી જ વિકર્યો હતો. ગણેશ કીડા મંડળ અને કાઠિયાવાડ વ્યાયામ પ્રચાર મંડળે તેમની સેવાને ધ્યાનમાં લઈને રખચંદ્રકથી એમને વિભૂષિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy