SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ર૦૩ અને સને ૧૯૪૨ની સાલમાં એલએલ. બી. થયા. ત્યારબાદ સેલીસીટર્સના આટિકલ્સ પૂરા કરી એડકેટ તરીકે મુંબઈમાં સ્વતંત્ર પ્રેકિટસ કરવા લાગ્યા અને અનેક કંપનીઓના સલાહકાર બન્યા. શ્રી દીપચંદભાઈની બુદ્ધિ તીક્ષણ હતી, પ્રતિભા અનેરી હતી અને સહૃદયતા તો સહુ કોઈને અત્યંત પ્રભાવિત કરે તેવી હતી; તેથી તેઓ આ ક્ષેત્રમાં ઝળકી ઊઠડ્યા અને સને ૧૯૫૦થી જમીનના નિષ્ણાત તરીકે કામ કરવા લાગ્યા. સને ૧૯૯૧માં તેઓ લંડન જઈ બાર–એટ–લે થઈ આવ્યા. આ રીતે તેઓ બી. એસસી., એલએલ. બી. અને બાર–એટ–લે થએલા છે. પરંતુ તેમનું ખરું મહત્ત્વ તે તેમના ભાવનાશીલ, સેવાપરાયણ જીવનમાં રહેલું છે. બાર વર્ષની ઉંમરે તેઓ પિતાના કુળદેવતા શ્રી માંડવરાયનાં દર્શને મૂળી ગયા. ત્યાં તેમના દર્શન કરતાં પરમ પ્રસન્નતા અનુભવી. છેવટે તેમણે બે હાથ જોડી વિનંતી કરી કે “હે દેવ! તું મને એવી સ્થિતિ આપજે કે જેથી હું રેજના ૧૦૦૦ રૂપિયા દાનમાં આપી શકું અને મારી પાછળ એક એવું ટ્રસ્ટ કરી જાઉં કે જે મારા મરણ બાદ પણ રજના ૧૦૦૦ રૂપિયાનું દાન આપી શકે.” હવે તેમના કૌટુંબિક જીવન પર એક આછો દષ્ટિપાત કરી લઈએ. તેમનાં લગ્ન શ્રી રૂક્ષ્મણિબેન સાથે થયા. તેમનાથી પ્રથમ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેનું નામ રશ્મિકાંત. તેઓ એમ. બી., બી. એસ. બન્યા. સને ૧૯૯૬માં લંડન મોકલવામાં આવ્યા. ત્યાર પછી વિશેષ વિકાસ અથે તેઓ અમેરિકા ગયા અને શિકાગોમાં સ્થિર થઈ સ્વતંત્ર પ્રેક્ટિસ કરવા લાગ્યા. તેમના બીજા પુત્રનું નામ હસમુખ. તેમણે સેલીસીટર્સના આર્ટીકલ્સ પૂરા કરી સને ૧૯૯૯માં એલીસીટર તરીકે કામ કરવા માંડ્યું. સને ૧૯૭૬માં તેઓ લંડન ગયા અને ત્યાં ગગરાટ એન્ડ ગાડીના નામથી સેલીસીટર્સની પેઢી ખેતી કામ કરવા લાગ્યા. આ બન્ને પુત્ર સુશિક્ષિત હોવા છતાં માતા-પિતા પ્રત્યે ખૂબ વિનયથી વર્તે છે અને તેમને પડ્યો બોલ ઝીલવામાં ગૌરવ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy