SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦] | આપણું શ્રેષ્ઠીવર્યો તરીકે અપ્રતિમ છે, ત્યારે ગુજરાતની પ્રજાને વેપારી હેવાને દ એકમે દ્વિતીય રહી શકે તેમ નથી. છતાં, એ ક્ષેત્રમાં તે આ પ્રજા અગ્રસ્થાને બિરાજે છે એમાં લવલેશ શંકાને સ્થાન નથી. જો કે, એવાં તે અનેક ગુણલક્ષણવાળી અન્ય પ્રજા વિશ્વના નકશા પર જન્મી છે અને જન્મશે; પરંતુ જગતના મહાન ઇતિહાસકાર એચ. છે. વેસે ગુજરાતની પ્રજાને જગતની સૌથી વધુ અહિંસક અને શાંત પ્રજ તરીકે ઓળખાવી છે, તેમાં સરસાઈ કરી શકે એવી પ્રજા હજી જમી નથી. ગુર્જર પ્રજા માટે આ અનેરા ગૌરવને વિષય છે! ભારતમાતાની કટિમેખલાના રત્નજૂથ સમે શેભતો આ પ્રદેશ ભૌલિક રીતે પણ વિશિષ્ટ છે. સમશીતોષ્ણ કટિબંધ પર આવેલા આ ફળદ્રુપ પ્રાન્તની આબેહવા સમઘાત છે. નાના–મોટા ગિરિરાજે અને હરિયાળાં મેદાનો પર વહેતી નાની–મોટી સરિતાઓથી આ પ્રાન્તની શોભા ઓર વધી છે. તો, પશ્ચિમે લહેરાતા શાંત અરબી સમુદ્ર આ પ્રજાને જગતના દેશ સાથે હાથ મિલાવવાની અનુકૂળતાઓ કરી આપી છે. પર્વત પરનાં ગાઢાં વને, સરિતાતીરની હરિયાળી અને લીલાછમ્મ મેદાનમાં વિવિધ પ્રકારની પ્રાણીસૃષ્ટિ સાનંદ વિહરતી રહી છે. આમ, ખેતી, પશુપાલન, વેપાર અને ભૌતિક સમૃદ્ધિમાં આ પ્રાન્તને જોટો જડવો સહજ નથી. તે, હડપ્પા સંસ્કૃતિની સહેદરા પુરવાર થયેલી લેથલ આદિ વિસ્તારની સંસ્કૃતિથી માંડીને આજ સુધીમાં આ મહાજાતિમાં વિવિધ પ્રકારની પ્રજાઓ જન્મી છે. જગતમાં વેપારી પ્રજા તરીકે પંકાયેલી ગુજરાતી પ્રજાને પૌરાણિક અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય જુદે જ સંદર્ભ રચે છે. અહીં જ્ઞાતિએ જ્ઞાતિએ જુદાં જુદાં રૂપરંગ સાંપડે છે. કેટલીક વેપારી અને સાહસિક પ્રજાના ઇતિહાસ એક પ્રકારનું ચિત્ર ઊભું કરે છે, તો કેટલીક ક્ષાત્રવટમાં જીવતી ખમીરવંતી પ્રજાના ઇતિહાસ બીજા પ્રકારનું ચિત્ર ઊભું કરે છે. એક બાજુ ફળદ્રુપ જમીનમાં મબલખ પાક પકવતી ખેડૂત જાતિઓ છે, તે બીજી બાજુ, ગો–ભેંસે અને ઘેટાં-બકરાંના પાલકની જુદી જુદી જ્ઞાતિઓ છે. અને એ સૌને પોતપોતાની વિશિષ્ટતાઓ છે, ભવ્ય જતા મારા આ આજ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy