SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો - આઝાદીની લડતમાં ગાંધીજીની અનેક સભાઓમાં સેવાઓ આપી. આ દરમ્યાન મરાઠી ભાષાના લેખેનું ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યું. ૧૯૫૧ પછી સમાજવાદી પક્ષમાં જયપ્રકાશ નારાયણ અને રામમનહર લહિયા જેવા આગેવાને સાથે તેમને બૌદ્ધિક સંપર્ક રહ્યા અને તેમના સાહિત્ય પ્રત્યે લગાવ રહો. રાજાજીએ સ્થાપેલ સ્વતંત્ર પક્ષમાં મહારાષ્ટ્ર અને મુંબઈની રીજીઓનલ કાઉન્સિલમાં પણ સભ્ય તરીકે સેવાઓ આપી. વકતૃત્વકળા તે તેમને ગળથુથીમાંથી જ મળેલી છે. આધ્યાત્મિક તત્વચિંતનમાં તેમને ઊંડો રસ રહ્યો છે. અનેક વિદ્વાન સાધુસાધ્વીજીઓને એમને જીવંત સંપર્ક રહ્યો છે. ભારતભરનાં તીર્થ અને ઐતિહાસિક સ્થળોને તેમણે સમજપૂર્વક પ્રવાસ ખેડ્યો છે. લગભગ સાડાત્રણ દાયકાથી પ્રમુખ, ઉપપ્રમુખ કે દ્રસ્ટી, ચેરમેન, કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે, એડવાઈઝરી બેડ ઉપર કે ડેપ્યુટેશન ઉપર શ્રી કરછ-બિદડા મુંબઈ મહાજન, બબ્બે ગ્રેન ડિલર્સ એસોસિયેશન, શ્રી કચ્છી વીશા ઓસવાળ દેરાવાસી જેના હાઈસ્કૂલ, શ્રી કચ્છી વીશા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન તેમ જ અનેકવિધ સંસ્થાઓ પર રહીને તેઓ સેવા આપતા રહ્યા છે. wor ... શ્રી તલકચંદ દામોદર મહેતા જે ધર્મ ગીઓને પણ દુર્લભ છે એવો પવિત્ર સેવાધર્મ જેમના જીવનમાં ચરિતાર્થ થયેલો જોવામાં આવે છે. એવા શ્રી તલકચંદ દામે દરદાસ મહેતાને જન્મ શત્રુંજય તીર્થની શીતળ છાયામાં આવેલા પાલીતાણાની નજીકના ઘેટી ગામમાં ધર્મનિષ્ઠ સુશ્રાવક મહેતા દામેદરદાસ દેવચંદને ત્યાં સં. ૧૯૭૧ના શ્રાવણ વદિ ૭ તા. ૩૧-૮-૧૯૧૫ના દિવસે થયે હતું. પ્રાથમિક અભ્યાસ ઘેટીમાં કરી માત્ર ૧૬ વર્ષની ઉમરે સં. ૧૯૮૭માં નેકરી અર્થે તેઓ મુંબઈ આવ્યા. શરૂઆતમાં થોડો સમય નેકરી કરી, પરંતુ સ્વભાવ અને પ્રકૃતિથી પિતે સ્વાશ્રયી અને સ્વાવલંબી હોવાથી ટૂંક સમયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy