SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો સ્વદેશ મુંબઈમાં સ્થાયી થયા. અહીં એમણે જે. વી. કલ એન્ડ કુ. નામે પેઢી શરૂ કરીને આયાત-નિકાસના ધંધાને વેગવાન બનાવ્યું. પરિણામરૂપે નિકાસ વ્યાપાર ક્ષેત્રે આ કંપનીએ ખૂબ જ મહત્વનું સ્થાન પામી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ રોશન કર્યું છે. પ્રમાણિકતા, નીતિમત્તા, દાનવૃત્તિ, સેવાભાવ, પુરુષાર્થ, સાહસિકતા અને મળતાવડા સ્વભાવથી જીવન દિવ્ય રીતે જીવીને શ્રી જગજીવનદાસભાઈ ૪૪ વર્ષની વયે તા. ૧૫-૬-૧૯૫૬ ના દિવસે સ્વર્ગવાસી થયા. તેમના મૃત્યુથી ફક્ત હિન્દુતાને જ નહીં પરંતુ વિશ્વમાંના તેમના વિશાળ નેહી-મિત્રવર્ગે બેટ અનુભવી અને દુઃખની લાગણી બતાવી. તેમના પુત્રો તેમને વ્યાપાર-વ્યવસાય ખૂબ જ સારી રીતે આગળ ધપાવી રહ્યા છે. સૌથી મોટા પુત્ર શ્રી રમણભાઈ ૧૯૩૧માં દક્ષિણ આફ્રિકામાં જન્મ્યા હતા. શિક્ષણ લઈને તેઓ પિતા સાથે વ્યાપારમાં જોડાયા હતા અને પિતાની આવડતથી વ્યાપારી સંબંધ વધુ વિકસાવ્યા છે. બીજા પુત્ર શ્રી અરુણભાઈનો જન્મ ૧૯૩૭માં આફ્રિકામાં જ થયું હતું. તેઓએ પણ અભ્યાસ પછી વ્યાપારમાં જોડાઈને ધંધાને ટેકે આપે છે. અન્ય સુપુત્ર શ્રી રવીન્દ્રભાઈ શ્રી અશોકભાઈ તથા શ્રી કિશોરભાઈ યુવાન વયે પેઢીના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. આજે પિતાને પગલે ચાલી તેમના પુત્રોએ પણ અનેકગણું વધુ સિદ્ધિ મેળવી છે. શ્રી જગજીવન કેશવભાઈ દોશી જીવનમાં વિજય મેળવવા માટે બહુ જ્ઞાનની જરૂર નથી. જરૂર છે ફક્ત વ્યવહારકુશળતાની અને અડગ હિંમતની. શ્રી જગજીવનભાઈ તળાજા પાસે દાઠાના વતની. છે ગુજરાતીને જ અભ્યાસ; ધંધાર્થે મુંબઈ ગયા. રૂ. ૧પના પગારથી નોકરીની શરૂઆત કરી. સખત પરિશ્રમ અને અખૂટ શ્રદ્ધાએ ૧૯૧માં ભાગીદારીમાં સેપારીની દુકાન શરૂ કરી. ૨૦૦૦માં ભાગીદારીમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy