SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૧૫૩ છે. શ્રી મહાવીર વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ પ્રસંગે તેઓએ સહકાર્યકરોના સહકારથી ભગીરથ પ્રયાસેા કરી જે રિદ્ધિ અને સિદ્ધિ મેળવી છે તે તેમનામાં રહેલી વિરલ શક્તિના દર્શન કરાવે છે. વિવિધલક્ષી સંસ્થાઓની પ્રવૃત્તિએ સાથે માનવ-રાહતનાં કાર્યમાં પણ તેમની સેવા પ્રશંસનીય છે. બિહાર તથા સુરતના રેલસંકટ સમયે અને દુષ્કાળના કપરા સમયે તેએએ બજાવેલી કામગીરી સ’સ્મરણીય છે. સારા કામમાં સામે ચાલીને સહભાગી થવાની ઉદારતા તથા સમાજના અન્ય આગેવાને પાસેથી ધમનાં; સમાજકલ્યાણનાં તેમ જ શિક્ષણ કાર્યોમાં માતબર ફાળે મેળવી આપવાની તેમની કાકુશળતા ખૂબ જ વિરલ છે. તેમની આવી વિશિષ્ટ શક્તિને લીધે અનેક સંસ્થાઓ પગભર બની છે, અને પેાતાનું સેવાકાર્ય સારી રીતે આગળ ધપાવી રહી છે. મિલનસાર અને સરળ સ્વભાવ, પરગજુ વૃત્તિ, ધર્મ પરાયણતા, વિનમ્રતા અને વિવેકશીલતા જેવા સદ્ગુણાને જીવનમાં કેળવી જાણીને તેઓએ પેાતાના કુટુંબના સ`સ્કાર-વારસાને ખૂબ શેાભાવી જાણ્યા છે. આવી અનન્ય ભાવના, ઉદારતા અને સેવાપરાયણતાના કારણે તેમના વ્યક્તિત્વની સુવાસ સત્ર પ્રસરી રહી છે. શ્રી જગજીવનભાઈ એચ, દાશી છેલ્લા બે-અઢી દાયકામાં સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રમાં જે જે પ્રગતિશીલ ઉદ્યોગપતિએ અને ઉદારચિરત દાનવીરાએ પેાતાની પ્રતિભાના દર્શન કરાવ્યા છે, તેમાંથી જગુભાઈ દેશીને પણ પ્રથમ હરોળમાં મૂકી શકાય. શેઠશ્રી જગુભાઈ આજે જે સ્થાને બેસીને ચોગરદમ જે સુવાસ પ્રસરાવી રહ્યા છે, તેની પાછળ તેમના કુળપરપરાગત સંસ્કારવારસા મૂળભૂત કારણ છે. સાહસિકતા, પ્રસન્નતા, ઉદારતા અને સૌ કોઈની સાથે આત્મીયતાભયું વલણ અપનાવવાને કારણે જૈનેતર સમાજમાં પણ તેઓ પ્રીતિપાત્ર બની શકયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy