________________
બી. કોમ.ની ડિગ્રી
કામગીરી માનીત કરી. શનિ
આજે
૧૫૨ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી જયંતીલાલ રતનચંદ શાહ શ્રી જયંતીલાલ રતનચંદ શાહે મુંબઈ શ્રીસંઘના સામાજિક અને ધાર્મિક જીવન અને તેની જાહેર પ્રવૃત્તિ સાથે ઓતપ્રેત બની સેવાના ક્ષેત્રે જે પ્રગતિ અને સિદ્ધિ સાધી છે તે ભારતભરના જૈન સમાજ માટે પ્રેરણાદાયી અને ગૌરવરૂપ છે. - મુંબઈ અને લંડન યુનિવર્સિટીમાં તેઓએ બી. એ. અને બી. કેમ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. પ્રથમ પાંચ વર્ષ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે યશસ્વી કામગીરી બજાવી. ત્યારબાદ ૨૫ વર્ષ પૂર્વે ઈન્કમટેક્સની સ્વતંત્ર પ્રેકિટસની શરૂઆત કરી. શુભનિષ્ઠા, ચીવટભરી કામગીરી અને મમતાળુ સ્વભાવને લીધે આ ક્ષેત્રમાં તેઓએ આજે ખૂબ જ નામના મેળવી છે. વ્યવસાયના વિકાસ સાથે અનેક સંસ્થા ઓના વિકાસમાં તેઓએ સમય, શક્તિ અને ધનનો ઉદારતા પૂર્વક ઉપયોગ કરી ચિરસ્મરણીય ફળ આપે છે. તેમની સેવા-ભાવના, ઉદારતા અને કુશળતાનો લાભ મુંબઈ શહેરની અનેક સંસ્થાઓની જેમ, અન્ય સ્થળેની સંસ્થાઓને પણ મળી રહ્યો છે. એ બીના જેમ તેમની સમાજ પ્રત્યેની વધતી મમતાની સૂચક છે, તેમ તેમની વિસ્તરતી નામન, કીતિ અને પ્રતિષ્ઠાને પણ અનુરૂપ છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, જેન દવાખાનું, શ્રી મુંબઈ અને માંગરોળ જેન સભા, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી લહાર ચાલ–પ્રિન્સેસ સ્ટ્રીટ જેન સંઘ અને બીજી અનેક સંસ્થાઓ સાથે સંકળાઈ તન-મન-ધનથી સેવા અપ, તેના સંચાલન અને વિકાસમાં સુંદર ફાળો આપે છે. આ ઉપરાંત શ્રી વિશા પોરવાડ જ્ઞાતિના પ્રમુખ તરીકે, સુરત જૈન ધર્મશાળાને મંત્રી તરીકે, શ્રી દલીચંદ વીરચંદ શેફ વિદ્યાલય (સુરત)ના ઉપપ્રમુખ તરીકે અને શ્રી સુરત વર્ધમાન તપ આયંબિલ ભવન, શ્રી આત્મ-વલ્લભ-શીલ સૌરભ ટ્રસ્ટ, શ્રી માણેકબાઈ રતનજી અરદેસર દુભાષ ટ્રસ્ટ, શ્રી શાંતિદાસ ખેતસી ટ્રસ્ટ તથા શ્રી જે. આર. શાહ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ તેઓએ યશસ્વી કામગીરી બજાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org