SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી જગમોહનદાસ માધવજી સંઘવી કચ્છ-કાઠિયાવાડની ધન્ય ભૂમિએ જે કેટલાક ધર્મશ્રદ્ધાળુ મહાનુભાવો અને દાનવીર નરરત્નની સમાજને સુંદર ભેટ ધરી છે, એવાં નામાંકિત કુટુંબમાં જગમોહનદાસ સંઘવીના કુટુંબે ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રે એક અનેખી ભાત પાડી દઈ સૌરાષ્ટ્રના ભાતીગળ ઈતિહાસમાં નવું તેજ પૂર્યું છે. સાવરકુંડલા પાસેનું વાંશિયાળી ગામ તેમનું મૂળ વતન. જીવનમાં કંઈક કરી છૂટવાની ખ્વાહીશ ધરાવતા આ કુટુંબને વિશાળ ક્ષેત્ર જોઈતું હતું તેથી ૧૯૪૧થી ભાવનગરમાં આવી વસવાટ કર્યો. જો કે આમ તે છેલ્લાં પચાસ વર્ષથી આ કુટુંબ રંગ-રસાયણને ક્ષેત્રે મુંબઈમાં જાણીતું બન્યું હતું. ભાવનગરમાં ધંધાની કેટલીક શક્યતાઓ તપાસી ત્યાં પણ રંગઉદ્યોગની શરૂઆત કરી અને એમના કાર્યદક્ષ પુત્રોએ ભાવનગરને વહીવટ સંભાળ્યું. શરૂઆતથી જ સારી એવી પ્રગતિ હાંસલ થતી રહી. તેથી પ્રેરાઈને તે વખતે શ્રી મનુભાઈ શાહે આ કારખાનાની મુલાકાત લઈ સંચાલકેની દીર્ઘદૃષ્ટિની મુક્તકઠે પ્રશંસા કરી હતી. સમય જતાં આ કારખાનાનું વિસ્તરણ કરી નવીન ઇન્ડસ્ટ્રીઝ ૧૯૬૧માં ભાવનગરમાં કેસ અધિવેશન વખતે સ્થાપી અને નવીન ઇન્ડસ્ટ્રીઝનું કામ વિશાળ પાયા ઉપર રેગ્યુલર રીતે ચાલવા માંડ્યું. ૧૯૬૫ સુધીમાં રંગની ઘણીખરી આઈટેમે આવરી લીધી. ભવિષ્યમાં વધુ રિસર્ચ અને મશીનરી સંબંધે પ્રયત્નો શરૂ થયા છે. ધાર્મિક અને પારમાર્થિક સંસ્કારવારસો પણ આ કુટુંબને મળેલ છે. કેલેજનું ઉચ્ચ શિક્ષણ નહીં લેવા છતાં ખૂબ જ જ્ઞાની અને અનુભવી છે. ધંધાના સંચાલનમાં શ્રી નવલભાઈ શ્રી નવીનભાઈ વગેરે સાથે રહીને ઉજજ્વળ પગદંડી પડી રહ્યા છે. ઓછું બેલડું છતાં અમૃતભરી વાણી, થેડા શબ્દોમાં ઘણું કહેવું – એ એમને ગુણ છે. કેઈપણ સમાજની આબાદી પૂરી કેળવણું વગર શક્ય નથી તેમ તેઓ માને છે. મોટી અનેક સંસ્થાઓને આર્થિક હૂંફ આપતા રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy