SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૧૩૨ શ્રેષ્ઠ કારકિર્દી અને અસાધારણ શક્તિ ધરાવતા માનનીય શ્રી ચન્દ્રકાન્તભાઈ વર્ષોથી વ્યાપાર, ઉદ્યોગ અને સામાજિક સંસ્થાઓ અને સમિતિઓની સાથે સક્રિયપણે સંકળાયેલા રહીને પિતાની સંનિષ્ઠ સેવા આપે છે. ચાલુ સાલે ઉપરોક્ત સેવાઓને લક્ષ્યમાં લઈને મહારાષ્ટ્ર સરકારે તેઓશ્રીને “એસ. ઈ. એમ.”ની પદવી આપી બહુમાન કરેલ છે. શ્રી જયેશકુમાર ચીમનલાલ શેઠ ચેરીટેબલ ટ્રસ્ટના તેઓશ્રી સ્થાપક છે. આ ટ્રસ્ટે પોતાની માતૃભૂમિ મહુવા (સૌરાષ્ટ્ર)માં કેન્સર નિદાન કેન્દ્રની સ્થાપના કરી છે, જ્યાં દર મહિને મુંબઈની સર જે. જે. તાતા હોસ્પિટલના સર્જન ડોકટરે કેન્સરના નિદાન અંગેના કેમ્પમાં સેવા આપવા જાય છે. તેમાં લગભગ ૧૦૦ થી ૧૫૦ દર્દીઓનાં દર્દીનું નિદાન થાય છે. શ્રી ચન્દ્રકાન્તભાઈના સફળ નેતૃત્વ હેઠળનાં ઔદ્યોગિક અને સામાજિક કાર્યો વધુ ને વધુ કીર્તિમંત બની રહે એવી અભ્યર્થના કરીએ છીએ. શ્રી ચન્દ્રકાન્ત મૂળચંદ શાહ શ્રી ચન્દ્રકાન્તભાઈ મૂળચંદ અગિયાળીના વતની છે. હાલ મુંબઈમાં વસવાટ કરે છે. પિતાશ્રીનું વાત્સલ્ય નાની ઉંમરમાં ગુમાવેલું. સાધારણ પરિસ્થિતિમાં માતાએ ત્રણે ય બાળકને ઉછેર્યા. મેટ્રિકને અભ્યાસ સિહોર મુકામે કરી ૧૯ વર્ષની ઉંમરે મુંબઈમાં આવી સર્વિસ ચાલુ કરી. આપમેળે મહેનત કરી ઊંચા આવ્યા. મુંબઈમાં ૩૦ વર્ષથી વસવાટ કરે છે. ૧૦ વર્ષ સર્વિસ કરી ત્યારબાદ ઇલેકિટ્રક લાઈનમાં ધંધે તથા મેન્યુફેકચરિંગ શરૂ કર્યું. પ્રભુએ સારી યારી આપી. ૧૯૭૨ માં નવા ધંધાનું સાહસ–કન્સ્ટ્રકશન લાઈનમાં સાહસ કરી તેમાં આજે એક બિલ્ડર તરીકે નામના મેળવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy