SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો કુમુદબેનના હૃદયની નિરામયતાએ કુટુંબની યશકીર્તિમાં વધારે કર્યો એટલું જ નહિ, આ ત્રણે દંપતીએ સેવા-સંસ્કારના ઉચ્ચ આધ્યાત્મિક વારસાને ખરેખર દીપાવ્યું છે. ત્રણે બંધુઓ અભ્યાસકાળ દરમ્યાન કેલેજની ઈતર પ્રવૃત્તિમાં મોખરે હતા. સેવાધર્મના સંસ્કાર બચપણથી પાંગર્યા. અનેક સંસ્થાઓને, ખાસ કરીને બ્રાહ્મણ સમાજને શક્ય દાન અર્પણ કર્યું. પ્રેકટીકલ વ્યવહારમાં કેટલુંક જતું કરીને પણ પરિવારના બીજા સભ્યને અનુકૂળ થઈ ને જીવવામાં આનંદ અને ગૌરવ અનુભવે છે. શ્રી ચંદ્રકાન્તભાઈ ચીમનલાલ શેઠ મહુવાના એક સુપ્રતિષ્ઠિત કપોળ પરિવારમાં તા. ૧૭–૩-૩૯ના રોજ તેઓશ્રીનો જન્મ રંગૂન મધ્યે થયે હતા. મુંબઈમાં તેઓશ્રીએ ઈન્ટર સુધીનો અભ્યાસ કરી ત્યારબાદ લંડનમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. લંડનમાંથી મિકેનિકલ એંજિનિયરિંગ અંગેને ડિપ્લેમા મેળવેલ છે. તેઓશ્રીએ જર્મની જઈ મશહૂર “ટેડબરની ફેકટરીમાં ચાર વર્ષ સુધી ધંધાકીય ઘનિષ્ઠ તાલીમ અને વિપુલ જ્ઞાન સાથે વિશાળ અનુભવ હાંસલ કર્યો. સ્વદેશ આવીને શ્રી ચન્દ્રકાન્તભાઈ સને ૧૮૫૮માં મુંબઈ ખાતે પિતાના પિતાશ્રી દ્વારા સ્થાપિત મે. ચંદ્ર ઇન્ડસ્ટ્રીઝના સંચાલનમાં જોડાયેલ. એ ઉદ્યોગની ત્યારથી આજ સુધીની ભવ્ય વિકાસયાત્રાના ભાગ્યવિધાતા બની રહીને તેઓશ્રી ઉદ્યોગ આલમમાં ઉચતમ સન્માન પામ્યા છે. તેઓશ્રીએ પારંપરિક ઓપ્ટીમેઈડ ફાઉન્ટન પિનના ઉત્પાદનની સાથે કોલ” નામક બેલપેન, રિફિસ, સ્કેચપેન, ઈન્ક, ટેકનિકલ પેન વગેરેનાં ઉત્પાદનની સાથે અન્ય વિશાળ હારમાળાને સાકાર બનાવી ઔદ્યોગિક વિકાસનું કાર્ય કુનેહપૂર્વક સંભાળ્યું છે. વિશ્વની બજારે પણ સર કરીને દેશને કિંમતી વિદેશી હૂંડિયામણ કમાવી આપીને સમૃદ્ધ બનાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy