SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૧૨૭ નાના બીજમાંથી વૃક્ષ પાંગરે તેમ નાની ઉંમરમાં જ ભવ્ય સિદ્ધિઓ હાંસલ કરી, જે તેમના ભાવિ જીવનની ભવ્યતા અને મહત્તાનું સુભગ દર્શન છે. શ્રી શત્રુંજય મહાતીર્થ પદયાત્રા સમિતિના પ્રાણ બનીને એક હજારથી વધુ યાત્રિકોને નિર્વેિદને યાત્રા કરાવી એમણે મહાન પુણ્ય ઉપાર્જન કર્યું એ એમના જીવનની ઐતિહાસિક સિદ્ધિ છે. - ઝાલાવાડ જૈન વે. મૂ. સંઘના મંત્રી તરીકે વર્ષોથી સફળ અને સુંદર સંચાલન કરી રહ્યા એ એમની વિચક્ષણ બુદ્ધિ, વહીવટી કૌશલ્ય અને નિષ્કામ સેવાપરાયણતાની સાક્ષી પૂરે છે. જન્મભૂમિ કેંદ્રમાં શ્રી દેવશીભાઈ જેચંદભાઈ જેઠારી વિદ્યાલયનું કંડ છલકાવી દેવામાં તેમને અમૂલ્ય ફાળો છે. કેંદ્રના પ્રાચીન જિનમંદિરની શતાબ્દી પ્રસંગની ઉજવણી વખતે તેમની અપૂર્વ સેવાભાવનાના દર્શન થયા. ન્યુ સાર્વજનિક એજ્યુ. સેસાયટી અને જનતા દવાખાના (સાંઘાણી એરટેટ)માં તેઓનું સક્રિય સેવાનું ગદાન રહ્યું છે. શ્રી ઝાલાવાડ જૈન સંઘ તેમના જેવા પ્રતાપી પુત્ર માટે ગૌરવ ધરાવે છે. સમાજ અને શાસનસેવાની સૌરભ મઘમઘી રહે. તેમને શાસનદેવ આથી વધુ યશનામી બનાવે તેવી પ્રાર્થના. શ્રી ચંદ્રકાંત મગનલાલ શાહ ઉત્સાહી ભાઈશ્રી ચંદ્રકાંત મગનલાલ શાહનું વતન કેરિયા (સૌરાષ્ટ્ર) છે. તેમની ઉંમર ૫૦ વર્ષની છે. તેમને વ્યવસાય ઇરન્સ એજન્ટ તરીકે છે. તેમની સામાજિક ક્ષેત્રે અન્ય પ્રવૃત્તિ નીચે મુજબ છે. –શ્રી ઘોઘારી જૈન સેવા સંઘ, મુંબઈના એન. સેક્રેટરી. –શ્રી મેર જૈન યુવક મંડળ, મુંબઈના એન. સેકેટરી. – “શ્રી બોરડી જેન છાત્ર પરિવાર”—મેનેજિંગ કમિટીમાં હોદ્દેદાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy