SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો ધર્માનુરાગી ખાંતિલાલ લાલચંદ શાહ તાજેતરમાં કારતક સુદ ૨, સં. ૨૦૪૪ ના રોજ મહા પુણ્યવાન તળાજનિવાસી ખાંતિલાલ લાલચંદ શાહે પંદર દિવસને શ્રી સમેતશિખરજી મહાતીર્થને યાત્રા પ્રવાસ યોજીને પુણ્યરાશિ ઉપાજિત કરવા સાથે કુટુંબીઓને પણ ભવાંતરનું ભાથું બંધાવ્યું છે. તેમના વિશાળ કાર્યફલક પર દષ્ટિપાત કરતાં જન્મભૂમિ તાલધ્વજગિરિથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને છરી પાળતો સંઘ, શ્રી મલ્લિનાથદાદાની પ્રતિષ્ઠા, શ્રી નવકાર મંત્ર ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના, શ્રી કે. એન. શાહ ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં નવકારમંત્રની તકતી, ગૌતમ સ્વામીને નગરપ્રવેશ અને શ્રી સિદ્ધગિરિ મહાતીર્થમાં ધ્વજાદંડનો આદેશ, શ્રી પુના મુકામે આગમમંદિરમાં આદેશ, શ્રી અગાસી તીર્થમાં વૃદ્ધાશ્રમ માટે અનુદાન, એક સાધર્મિક કુમારિકાને પુત્રીવત્ નેહ સીંચીને ભાલ્લાસપૂર્વક દીક્ષા અંગીકાર કરાવી માનવજન્મ સફળ કરાવે, મહર્ષિ દયાનંદ કોલેજમાં જેનીઝમમાં પી.એચ. ડી. માટે જેન રિસર્ચ સેન્ટરની સ્થાપના, લીંબડી હોસ્પિટલમાં નવકારમંત્રની તકતી અને મેટી વાવડી, સમઢિયાળાની શાળા-સ્કૂલમાં તથા શ્રી ભગિની મિત્ર મંડળ, પાલીતાણામાં નવકારમંત્રની પ્રાર્થના માટે મેટી ધનરાશિ આપેલ છે. શ્રી ખાંતિભાઈને ધાર્મિક શિક્ષણ અંગેને પ્રેમ અનન્ય છે. તેમણે અસંખ્યાત્ પાઠશાળાઓ તરફ દાનની તો જાણે ગંગા વહાવી છે. તવિશેષ પિતાના ઘરમાં પાઠશાળા ચલાવી બાળકેમાં ધર્મના સંસ્કારે સુદઢ કરવાની દિશામાં ખૂબ જ સુંદર કાર્યો કર્યા છે. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડમાં મેટી ધનરાશિ અપી બહારગામની પાઠશાળાઓને પગભર કરાવી રહ્યા છે. તેમ જ મુંબઈની પાઠશાળાઓનું સંચાલન ૪૨ વર્ષથી કરી રહેલ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ અને ૭૯ વર્ષથી અખિલ ભારતીય ધરણે ધાર્મિક શિક્ષણનું કાર્ય કરી રહેલ, શ્રી જૈન વેતામ્બર એજ્યુકેશન બર્ડના માનદ મંત્રી તરીકે તેઓશ્રી સેવા અપી રહ્યા છે. ધર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy