________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૪૮
સહિત શ્રેણિક રાજાએ સમ્યક્ત્વના પ્રભાવથી તીર્થંકર-નામકર્મ ઉપાર્જન કર્યું એમ શાસ્ત્રમાં કહેલું છે. જ્ઞાન અને ચારિત્ર નહિ ધારણ કરનાર જીવો પણ જે સમ્યક્ત્વના પ્રભાવથી અનુપમ સુખના નિધાન સરખું મુક્તિ-સુખ પ્રાપ્ત કરે છે. ભવ-સમુદ્રમાં ડૂબતાને નાવ-સમાન, દુઃખરૂપી વનને બાળવા માટે દાવાનલસમાન એવા સમ્યગ્દર્શન રત્નનો તમે અહીં આશ્રય કરો. ।। ૧૭ ||
હવે ત્રીજું ચારિત્રરત્ન કહે છે—
१८ सर्वसावद्ययोगानां, त्यागश्चारित्रमिष्यते 1 कीर्तितं तदहिंसादिव्रतभेदेन
पञ्चधा "
१८ 11
અર્થ : સર્વ પાપવાળા યોગના ત્યાગસ્વરૂપ કહેલું છે, તે અહિંસા વગેરે પાંચ પ્રકારનું ભેદવાળું જણાવેલું છે. ॥ ૧૮ ॥
ટીકાર્થ : સર્વ સાવધ યોગો, નહિ કે કેટલાક માત્ર, એવા પાપ-વ્યાપારોનો જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક જે ત્યાગ કરવો, તે સમ્યક્ ચારિત્ર કહેવાય. જ્ઞાન અને શ્રદ્ધા વગર કરેલું ચારિત્ર સમ્યગ્યારિત્ર ન ગણાય. દેશવિરતિથી જુદું પાડવા માટે સર્વ એમ જણાવેલું છે. મૂળ અને ઉત્તરગુણ-ભેદવાળું બે પ્રકારનું ચારિત્ર હોવાથી મૂળગુણરૂપ ચારિત્ર-પાંચ મહાવ્રત ગ્રહણ કરવા સ્વરૂપે સમજવું. નહીં કે સ્વરૂપથી
|| ૧૮ |
ચારિત્રના મૂળ ગુણોને જે કહે છે
१९
अहिंसासूनृतास्तेयब्रह्मचर्याऽपरिग्रहाः
1
पञ्चभिः पञ्चभिर्युक्ता भावनाभिर्विमुक्तये ॥ १९ 11
અર્થ : પાંચ મહાવ્રતો : મહાવ્રતો પાંચ પ્રકારના છે. (૧) અહિંસા (૨) સત્ય, (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ આ પાંચેય મહાવ્રતોનું પાલન પાંચ પાંચ ભાવનાથી યુક્ત કરવામાં આવે છે તો મુક્તિને માટે થાય છે. | ૧૯ ॥
ટીકાર્થ : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો દરેકની પાંચ પાંચ ભાવનાઓથી યુક્ત હોય તો મુક્તિ માટે થાય.
અહિંસાદિક પાંચ મહાવ્રતો દરેકની પાંચ પાંચ ભાવના એટલા માટે કહેવી છે કે, જો સતત ભાવનાની જાગૃતિ રહે, તો તેનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. || ૧૯ ||
મૂળ ગુણરૂપ પ્રથમ મહાવ્રત કહે છે–
जीवितव्यपरोपणम्
२०
न
यत्प्रमादयोगेन, त्रसानां स्थावराणां च
तदहिंसाव्रतं मतम् ॥ २० ॥ અર્થ : પ્રમાદના યોગથી ત્રસ કે સ્થાવર જીવોના પ્રાણોના નાશ ન કરવો તે પ્રથમ અહિંસા મહાવ્રત માનેલું છે. II ૨૦
ટીકાર્થ : પ્રમાદ એટલે અજ્ઞાન-સંશય, વિપર્યય, રાગ-દ્વેષ, યાદ ન રહેવું, મન, વચન અને કાયાના યોગનું પ્રતિકૂળપણે વર્તન થવું અને ધર્મનો અનાદર કરવો એ એમ આઠ પ્રકારનો પ્રમાદ કહેલો છે. તેના યોગથી ત્રસ કે સ્થાવર જીવોનાં પ્રાણનો વિયોગ કરવો, તે હિંસા અને તે ન કરવી
અહિંસા ॥ ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org