________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૧૭
૪૭
સમાન અનંત, અતીન્દ્રિય, અપૂર્વ એવું એક જ્ઞાન, તે કેવલજ્ઞાન કહેવાય એવી રીતે પાંચ શાનોથી સર્વતત્વો સમજી શકાય છે. મોક્ષના કારણ સ્વરૂપ રત્નત્રયીના પ્રથમ ભેદનો જ્ઞાતા બની શકે. ભવરૂપી વૃક્ષને મૂળ સહિત ઉખેડી નાંખવા માટે મદોન્મત્ત હાથી સમાન અજ્ઞાન અંધકાર નાશ કરવા માટે સૂર્ય સમાન જગતના તત્વોને પ્રકાશિત કરવામાં અપૂર્વ નેત્ર-સમાન અને ઈન્દ્રિયોરૂપી હરણોને વશ કરવામાં જાળ સરખું આ સભ્યજ્ઞાન જ છે. ॥ ૧૬ |
બીજું દર્શન રત્ન કહે છે—
१७ रूचिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते
I
जायते तन्निसर्गेण गुरोरधिगमेन वा ' १७ ॥
અર્થ : જિનેશ્વરોએ કહેલા તત્ત્વોમાં રુચિ થવી તે સમ્યગ્ શ્રદ્ધા કહેવાય, અને તે સાચી શ્રદ્ધા સ્વયં અગર ગુરુના ઉપદેશથી થાય છે. ।। ૧૭ ||
ટીકાર્થ : જિનેશ્વરોએ કહેલા જીવાદિક તત્વોમાં જે રુચિ તેનું નામ સાચી શ્રદ્ધા. તે રુચિ વગરનું જ્ઞાન ફળસિદ્ધિ કરનાર બનતું નથી. શાક, અન્ન, વગેરેના સ્વરૂપને જાણનાર હોવા છતાં રુચિ વગર મનુષ્ય તેની તૃપ્તિને કે સ્વાદના ફળને મેળવી શકતો નથી. શ્રુતજ્ઞાનવાળા અંગારમર્દક વગેરે અભવ્ય કે દુર્ભાવ્યો જિનોક્ત તત્વોમાં રુચિ ન હોવાથી કહેલું ફલ મેળવી શક્યા નથી. તે શ્રદ્ધા ઉત્પન્ન થવાના બે પ્રકાર છે. ગુરુના ઉપદેશ વગર સ્વભાવથી આપોઆપ થઈ જાય તે. (૧) નિસર્ગસમ્યક્ત્વ અને ગુરુના ઉપદેશથી કે પ્રતિમાના દર્શનથી થાય તે (૨) અધિગમ-સમ્યક્ત્વ કહેવાય.
અનાદિ અનંત સંસાર-આવર્તમાં ભ્રમણ કરતાં જીવોને વિષે જ્ઞાનવરણીય દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે. ગોત્ર અને નામની વીશ અને મોહનીય કર્મની સીત્તેર કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે સ્થિતિમાંથી પર્વત પરથી વહેતી નદીમાં ગબડતા અથડાતા કૂટાતા કેટલાક પત્થરો આપોઆપ સરખા ગોળ ઘાટના બની જાય છે. તે ન્યાયે વગર પ્રયત્ને આપોઆપ દરેક કર્મની સ્થિતિ તેવા પ્રકારના પરિણામના યોગે ઓછી થઈ જાય અને જ્યારે માત્ર એક કોડાકોડી સાગરોપમની પણ અંદ૨ જેટલી બાકી રહે ત્યારે દરેક સંસારી જીવો યથાપ્રવૃત્તકરણ કરવાના યોગે ગ્રંથિ પ્રદેશ સુધી આવે છે. દુઃખે કરીને ભેદી શકાય તેવો રાગ-દ્વેષનો પરિણામ તે ગ્રંથિ કહેવાય. જે સદા (રાયણની મૂળની) ગાંઠ માફક મહામુશ્કેલીથી છેદી શકાય તેવી હોય છે. આ ગ્રંથિસ્થાન સુધી પહોંચેલો જીવ પણ ફરી રાગાદિકથી પ્રેરાઈને ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિનો બંધ કરનાર અને ચારે ગતિમાં ભ્રમણ કરનાર થાય છે. તેમાં કેટલાંક ભાવિ કલ્યાણ પામનારા જે ભવ્યો જીવો હોય છે. તેઓ પોતાનું મહાવીર્ય પ્રગટ કરીને અપૂર્વકરણ કરતા દુઃખે કરી ઉલ્લંઘન કરી શકાય તેવી તે ગ્રંથિને એકદમ મહા લાંબા પંથને કાપી ઈષ્ટસ્થાને મુસાફર પહોંચી જાય તેમ, ઉલ્લંઘન કરી આગળ પહોંચી જાય છે આ અપૂર્વકરણ કહેવાય હવે ત્યાર પછી અનિવૃત્તિકરણ કર્યા પછી અંત૨ક૨ણ કર્યે છતે વેદવા લાયક મિથ્યાત્વનાં દળીયાને દૂર કરે તે વખતે અંતમુહુર્તની સ્થિતિવાળું ઔપશામિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. આ સમ્યક્ શ્રદ્ધાન, તે નિસર્ગ સમ્યક્ત્વ કહેવાય. ગુરુનો ઉપદેશ કે તેવા પ્રકારનું આલંબન પામી સર્વ જીવોને જે સમ્યક્ શ્રદ્ધાન થાય, તે બીજું અધિગમ-સમ્યક્ત્વ કહેવાય. આ સમ્યગ્દર્શન યમ અને પ્રશમના ઔષધસમાન, જ્ઞાન-ચારિત્રનું બીજ અને તપ તથા શ્રુતાદિનો હેતુ છે. જ્ઞાન અને ચારિત્રથી રહિત સમ્યક્ત્વ હોય તે પણ પ્રશંસવા યોગ્ય છે પણ મિથ્યાત્વથી દુષિત જ્ઞાન અને ચારિત્ર વખાણવા યોગ્ય નથી. જ્ઞાન અને ચારિત્રથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org