________________
४६
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
ઘડી, મુહૂર્ત, પહોર, દિવસ, રાત્રિ, મહિનો, વર્ષ યુગ વગેરે કાળના માપ કહેલા છે. તે કાળને જાણનારાઓએ તેને વ્યવહારિક કાલની સંજ્ઞા આપી છે. નવીન જીર્ણ, એ વગેરે સ્વરૂપવાળા પદાર્થો જગતમાં પરિવર્તન પામે છે, તે કાળનું જ સામર્થ્ય સમજવું. કાલક્રીડાથી વિનંબિત થયેલા વર્તમાન પદાર્થો ભૂતપણાને અને ભાવી પદાર્થો વર્તમાનપણાને પામે છે. આવી રીતે અજીવતત્વ પૂર્ણ થયું છે. આશ્રવાદિ તત્વો - હવે આશ્રવ તત્ત્વ સમજાવે છે – મન, વચન અને કાયાના યોગથી જીવ જે કર્મ ગ્રહણ કરે, તે આશ્રવ કહેવાય. શુભકર્મનો હેતુ શુભ અથવા પુણ્ય અને અશુભકર્મનો હેતુ અશુભ એટલે પાપ કહેવાય. આશ્રવ તત્વ કહ્યા પછી હવે સંવર અને નિર્જરા કહે છે – સર્વ આશ્રવોને રોકનાર તે સંવર, ભવના હેતભૂત કર્મોને આત્માથી વિખૂટા પાડ્યા રૂપ નિર્જરા કહે છે– આ પ્રમાણે સંવર અને નિર્જરા તત્વો સાથે કહ્યા. આશ્રવ, સંવર અને નિર્જરાનું સ્વરૂપ અહીં વિસ્તારથી નથી કહ્યું. કારણકે આગળ ભાવનાનો વિષય કહીશું ત્યારે વિસ્તારથી સમજાવીશું. એટલે પુનરુક્તિ થવાના કારણે અહીં ટૂંકમાં જ માત્ર ત્રણે તત્ત્વો કહેલાં છે. - હવે બંધ તત્ત્વ જણાવે છે – કષાય સહિતપણાના યોગે જીવ કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે તે જીવની પરતંત્રતાના કારણ સ્વરૂપ બંધ કહેવાય. જેમ બેડીમાં જકડાયેલો કેદી પરાધીન બને. તેમ કર્મરૂપ બેડીમાં જકડાયેલો સ્વતંત્ર આત્મા પરવશ બને છે. તે બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એવા ચાર ભેદ છે. પ્રકૃતિ એટલે કર્મનો સ્વભાવ અને તે જ્ઞાનાવરણીયાદિ આઠ ભેદવાળી છે. ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, પ આયુષ્ય ૬ નામ, ૭ ગોત્ર અને ૮ અંતરાય, કર્મની આ આઠ મૂળ પ્રકૃતિઓ કહેલી છે. મોટી અને નાની એવા પ્રકારની કર્મોની સ્થિતિ અર્થાત્ કર્મ ભોગવવાના કાળનો નિયમ, તે કર્મસ્થિતિ કહેવાય, અનુભાગ એટલે વિષયક રસ અને પ્રદેશ કર્મના દળીયાનો જથ્થો સમજવો, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ આ પાંચ કારણે જીવ કર્મબંધ કરે છે, એ પ્રમાણે બંધતત્ત્વનું સ્વરૂપ કહ્યું. - હવે છેલ્લું મોક્ષતત્ત્વ કહે છે–કર્મના બંધના હેતુઓનો અભાવ થવાથી ઘાતિકર્મનો ક્ષય થવાના યોગે કેવલજ્ઞાન થાય અને ત્યાર પછી બાકી રહેલા ચાર કર્મોનો ક્ષય થવાથી જીવોનો મોક્ષ થાય. આ ત્રણ ભુવનમાં દેવો, અસુરો અને ચક્રવર્તીઓને જે પ્રકારનું સુખ છે, તે મોક્ષ સુખની સંપત્તિના અનંતમા ભાગે પણ નથી, પોતાના આત્મામાં આત્માસ્વરૂપે જે પ્રત્યક્ષ કાયમી અને જેનો કદાપિ છેડો ન આવે, તેવા પ્રકારનું સુખ હોવાથી તેને ચારે વર્ગમાં અગ્રેસર સ્વરૂપ મોક્ષ કહેલો છે. આ પ્રમાણે મોક્ષતત્ત્વ કહ્યું. - હવે પાંચ જ્ઞાનો કહે છે– મતિ, શ્રુત અવધિ, મન:પર્યવ અને કેવલ એમ જ્ઞાનના પાંચ મુખ્ય ભેદો સમજવા. એ દરેકના વળી પેટાભેદો પણ કહીશું. અવગ્રહ ઈહા, અપાય, ધારણા, બહુ બહુવિધ વગેરે ભેદયુક્ત, ઈન્દ્રિય અને મનથી થવાવાળું મતિજ્ઞાન કહેલું છે. બીજા શ્રુતજ્ઞાન- પૂર્વો અંગો, ઉપાંગો પ્રકીર્ણકો વડે વિસ્તાર પામેલું “ચાત' પદથી યુક્ત અર્થાત સ્યાદ્વાદ યુક્ત એવું શ્રુતજ્ઞાન અનેક ભેદવાળું છે. અવધિજ્ઞાન બે પ્રકારનું, ભવપ્રત્યયિક-દેવતાઓને અને નારકીઓને તે ભવયોગે થનારું અને બાકીના મનુષ્યોને અને તિર્યંચોને લબ્ધિથી થનારું છે ભેદવાળું છે અને તે ક્ષયોપશમથી થનાર છે. મન:પર્યવા જ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે. વિશુદ્ધિવાળું અને આવેલું ન ચાલ્યું જાય તેવું વિપુલમતિ મન:પર્યવજ્ઞાન સમજવું. જગતના સર્વકાળના સર્વદ્રવ્યોના સર્વપર્યાયોના વિષયવાળું વિશ્વલોચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org