SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૬ ૪૫ ૧ મિથ્યાદર્શનના ઉદયમાં ‘મિથ્યાષ્ટિ ગુણસ્થાનક કહેવાય. ભદ્રકપણું આદિની અપેક્ષાએ તેને ગુણસ્થાનક કહેલું છે. ૨ મિથ્યાત્વનો ઉદય ન હોય અને અનંતાનુબંધીની ચોકડીના ઉદયમાં ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી રહેનારું “સાસ્વાદન' નામનું બીજું ગુણસ્થાનક છે. ૩. સમ્યકત્વ અને મિથ્યાત્વના યોગથી ત્રીજું “મિશ્ર' ગુણસ્થાનક અંતમુહુર્તની સ્થિતિવાળું છે. ૪ અપ્રત્યાખ્યાનના ઉદયમાં અવિરતિ સમ્યગુદૃષ્ટિ નામનું ૫. પ્રત્યાખ્યાન કષાયના ઉદયમાં દેશવિરતિ ૫ પ્રાપ્ત થએલા સંયમવાળો જે પ્રમાદ સેવે, તે પ્રમત્ત સંયત છે. જે સંયમી પ્રમાદ ન સેવે, તે “અપ્રમત્ત-સંયત’ આ છઠ્ઠા સાતમા ગુણઠાણાં વારા ફરતી અંતમુહુર્ત કાળવાળાં છે. ૮. જેનાથી કર્મોની અપૂર્વ સ્થિતિનો ઘાત વગેરે કરે, તેનાથી “અપૂર્વકરણ” નામનું આઠમું ગુણસ્થાનક કહેવાય અને અહીંથી ક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રેણિ શરૂ થાય અથવા તો. ઉદયમાં આવેલા બાદર કષાયના પરિણામો માંહોમાંહે નિર્વતન કરે, તે પણ ‘નિવૃત્તિ બાદર' કહેવાય. ૯ જેમાં પ્રયત્નપૂર્વક માંહોમાંહે પરિણામો ન નિવર્તે, તે “અનિવૃત્તિ બાદર' નામનું નવમું ગુણસ્થાનક છે. તેમાં પણ બંને શ્રેણિ પ્રવર્તે છે. ૧૦ લોભ નામનો સૂક્ષ્મ કિટ્ટી કરેલો કષાય વર્તતો હોય, તે દસમું સૂક્ષ્મસંપરાય' ગુણસ્થાનક કહેવાય. તેમાં પણ બંને શ્રેણિ હોય. ૧૧ મોહનો ઉપશમ કરે, તે “ઉપશાન્તમોહ' નામનું અગિયારમું અને ૧૨ મોહનો ક્ષય કરે, તે “ક્ષીણમોહ' નામનું બારણું ગુણસ્થાનક કહેવાય. ૧૩ ઘાતિ કર્મોનો ક્ષય થવાથી તેરમું “યોગી કેવલી' નામનું તેરમું અને યોગોનો ક્ષય થાય તો તે અયોગી કેવલી નામનું ચૌદમું ગુણસ્થાનક કહેવાય. એ પ્રમાણે જીવતત્ત્વનું સ્વરૂપ સમજાવ્યું. અજીવ તત્ત્વ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ એટલા પદાર્થો અજીવ કહેવાય. આ પાંચ સાથે જીવ ભેળવીએ એટલે છ દ્રવ્યો ભગવંતે પ્રરૂપેલા છે. તેમાં કાળ વગર સર્વે પ્રદેશો એકઠા થવા સ્વરૂપ દ્રવ્યો છે અને જીવ વગરનાં બાકીના દ્રવ્યો ચેતના વગરના અને અકર્તારૂપ માનેલાં છે. કાલ વગરના અસ્તિકાય અને પુદ્ગલ વગર બાકીના અમૂર્ત સ્વરૂપ અથવા અરૂપી દ્રવ્યો માનેલાં છે. તે સર્વ દ્રવ્યો ઉત્પન્ન થવું. નાશ પામવું અને સ્થિર રહેવું તેવા સ્વરૂપવાળાં માનેલા છે. પુદગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાલા હોય છે. તે અણુ અને સ્કંધ એમ બે પ્રકારનાં છે, તેમાં અણુઓ છૂટા હોય છે. બંધાએલા અણુઓ સ્કંધ કહેવાય છે અને ગંધ શબ્દ, સૂક્ષ્મપણું, સ્થૂલપણું વગેરે આકૃતિવાળા તથા અંધકાર, આતપ, ઉદ્યોત, ભેદ, છાયા સ્વરૂપ પણ હોય, કામણવર્ગણા ઔદારિકાદિ શરીર મન ભાષાનું પરિણમન, આવનાર સુખ દુઃખ જીવિત અને મૃત્યુમાં મદદ કરનાર યુગલ સ્કન્ધો છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને શ્વાસોચ્છવાસ અને આકાશ આ ત્રણ દ્રવ્યો એક એક દ્રવ્ય છે. તેમજ તે દ્રવ્યો હંમેશા અમૂર્ત, નિષ્ક્રિય અને સ્થિર છે. એક જીવ દ્રવ્યના અસંખ્યાતા પ્રદેશો હોય. તેટલા જ પ્રદેશો લોકાકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના હોય. તેમાં એક પ્રદેશ વધારે કે ઓછો ન હોય. જળચર જીવોને જેમ જવા-આવવામાં પાણી સહકાર આપે છે, તેમ ચારે બાજુ જીવ અને અજીવને જવા-આવવામાં કે પ્રવૃત્તિ કરવામાં ધર્માસ્તિકાય સહકાર આપી જવું-આવવું વગેરે પ્રવૃત્તિમાં મદદગાર થાય છે. માર્ગમાં ચાલનાર મુસાફરને જેમ છાયડો સ્થિર થવામાં સહાયક બને તેમ જીવ અને પુદ્ગલો જે પોતે સ્થિર બન્યા છે. તેમને સહકાર આપી સ્થિર કરે, તે અધર્માસ્તિકાય. સર્વ જગ્યા પર રહેલું. પોતામાં પ્રતિષ્ઠિત, અવકાશ (જગ્યા) આપનાર, તે આકાશ કહેવાય. તે અનંત પ્રદેશ સ્વરૂપ લોક અને અલોકમાં વ્યાપીને રહેલું છે. લોકાકાશના પ્રદેશમાં રહેલા તેનાથી ભિન્ન એવા જ કાલના અણુઓ પદાર્થોનું પરિવર્તન કરવામાં મુખ્ય છે, તે કાલ કહેવાય. જેમ કે નવાનું જુનું કરવું, યુવાનને વૃદ્ધ કરવો, તે કરનાર કાલ, જ્યોતિષશાસ્ત્રમાં જે સમય, પલ, વિપલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy