________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સ્વરૂપવાળા છે. કર્મથી સર્વથા, મુક્ત થયેલા તમામ જીવો એક સરખા સ્વરૂપવાળા છે, તેમજ તેઓ કાયમ માટે જન્માદિ કલેશ અને દુઃખોથી રહિત તેમજ અનંત દર્શન, જ્ઞાન, શક્તિ અને આનંદમય સ્વરૂપવાળા છે.
હવે સંસારીજીવો ત્રસ અને સ્થાવર એમ બે ભેદવાળા છે. તે બંને વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રકારના વિશેષ ભેટવાળા છે. પર્યાપ્તપણાના કારણરૂપ આ છ પર્યાપ્તિઓ છે. ૧ આહાર-પર્યામિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય-પર્યાપ્તિ ૪ શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ ૫. ભાષા પર્યાપ્તિ ૬. મનઃ પર્યાપ્તિ એક ઈન્દ્રિયવાળા પ્રાણીઓને ચાર, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા વિકસેન્દ્રિયોને પાંચ અને પાંચ ઈન્દ્રિયવાળા પ્રાણીઓને છ પર્યાપ્તિઓ હોય છે. એકેન્દ્રિયવાળા સ્થાવર જીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. તેમાં પહેલાના ચાર સૂક્ષ્મ અને બાદર ભેટવાળાં હોય અને વનસ્પતિમાં પ્રત્યેક અને સાધારણ તેમાં પ્રત્યેક-વનસ્પતિ બાદર હોય અને સાધારણ-વનસ્પતિ સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદવાળી છે. બે ત્રણ-ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા ત્રસજીવો ચાર પ્રકારના છે. તેમાં સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે ભેદવાળા પંચેન્દ્રિય જીવો સમજવા. શિખામણ ઉપદેશ આલાપ કરવા એ વગેરે સમજે-જાણે તે અહી સંજ્ઞી જાણવા. મનપ્રાણ જેમને ન હોય તે અસંજ્ઞી પંચેન્દ્રિય સ્પર્શન, જીભ, નાસિકા, આંખ અને કાન આ પાંચ ઈન્દ્રિયો છે. તેના સ્પર્શ, સ્વાદ, ગંધ, રૂપ અને શબ્દ અનુક્રમે વિષયો છે. કરમીયા શંખ, કોડા, છીપ, પોરા, જળોકા વગેરે વિવિધ આકારવાળા બેઈન્દ્રિય જીવો છે. જુ, માંકડ, મંકોડા, લીખ વગેરે ત્રણ ઈન્દ્રિયવાળા પતંગિયા, માખી, ભમરા, ડાંસ વગેરે ચાર ઈન્દ્રિયવાળા. બાકીના તિર્યંચયોનિમાં જલચર, સ્થલચર અને ખેચરો. નારકીઓ, મનુષ્યો, દેવો આ સર્વ પાંચ ઇન્દ્રિયવાળા જીવો માનેલા છે. મન, ભાષા, કાયા રૂપ ત્રણ પાંચ ઈન્દ્રિયો આયુ અને શ્વાસોચ્છવાસ આ દસ પ્રાણ કહેલા છે. સર્વ જીવોને દેહ, આયુ, ઉચ્છવાસ અને ઈન્દ્રિયો, વિકસેન્દ્રિય અને અસંજ્ઞીને ભાષા અને પંચેન્દ્રિય સંજ્ઞીને મન એ પ્રમાણે પ્રાણો હોય છે. ઉપપાત જન્મવાળા દેવો અને નારકીઓ તેમજ ગર્ભથી જન્મવાળા જરાય. પોતજ અને ઈંડાથી થવાવાળા સંજ્ઞી પંચેન્દ્રિય અને બાકીના સંમૂચ્છિકપણે ઉત્પન્ન થનારા અસંશી કહેવાય. સંમૂછિમ જીવો અને નારકીના જીવો, પાપી નપુંસકો હોય છે. દેવી સ્ત્રી, પુરુષવેદવાળા અને બાકીના મનુષ્યો અને તિર્યંચો ત્રણ વેદવાળા હોય છે. સર્વ જીવો વ્યવહાર રાશિ અને અવ્યવહાર-રાશિરૂપ બે ભેદમાં વહેંચાયેલા છે. સૂક્ષ્મનિગોદના જીવો અવ્યવહારીયા, તેથી બાકી રહ્યા તે સર્વ વ્યવહારિયા સમજવા. સચિત, અચિત્ત, મિશ્ર, સંવૃત્ત, વિવૃત્ત અને મિશ્ર શીત ઉષ્ણ અને શીતોષ્ણ એ પ્રકારે જીવોની નવ પ્રકારની યોનિ અર્થાત્ ઉત્પત્તિ થવાના સ્થાનકો છે. પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિ એ દરેક સાત લાખ યોનિઓ છે. પ્રત્યેક વનસ્પતિકાયની દસ લાખ અને અનંતકાયની ચૌદ લાખ, બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા વિકલેન્દ્રિય દરેકની બબ્બે લાખ, મનુષ્યોની ચૌદ લાખ, નારકી, તિર્યંચો અને દેવોની દરેકની ચાર ચાર લાખ એ પ્રમાણે દરેકનો સરવાળો કરતાં સર્વ જીવોની કુલ યોનિ ચોરાશી લાખ સર્વજ્ઞોએ કહેલી છે. એકેન્દ્રિય જીવો સૂક્ષ્મ અને બાદર, પંચેન્દ્રિયો સંજ્ઞી અને અસંજ્ઞી, બે ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા પર્યાપ્તા અને અપર્યાપ્તા આ પ્રમાણે જિનેશ્વરોએ જીવોના ચૌદ સ્થાનકો કહેલા છે. તેવી રીતે માર્ગણા પણ તેટલી જ સમજવી. નામથી માર્ગણાઓ કહે છે. ૧. ગતિ. ૨. ઈન્દ્રિય ૩. શરીર, ૪ યોગ, ૫ વેદ, ૬ જ્ઞાન, ૭, ક્રોધાદિ કષાયો ૮ સંયમ, ૯ આહાર, ૧૦ દર્શન, ૧૧ વેશ્યા, ૧૨ ભવ્યત્વ, ૧૩ સમ્યકત્વ ૧૪ સંજ્ઞી, એ ચૌદ માર્ગણાઓ છે. ૧ મિથ્યાત્વ, ૨ સાસ્વાદન, ૩ સમ્યગુ-મિથ્યાત્વ ૪, અવિરતિ સમ્યગુદષ્ટિ ૫ દેશવિરતિ ૬ પ્રમત્ત, ૭. અપ્રમત્ત, ૮ નિવૃત્તિ બાદર ૯ અનિવૃત્તિ બાદર ૧૦ સૂક્ષ્મસંપાય, ૧૧. ઉપશાંત મોહ ૧૨ ક્ષીણમોહ, ૧૩ સયોગી કેવલિ, ૧૪ અયોગિ એ ચૌદ ગુણસ્થાનકો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org