________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૧૪-૧૬
१४ तस्याजननिरेवास्तु, नृपशो र्मोघजन्मनः ।
अविद्धकर्णो यो योग इत्यक्षरशलाकया ॥ १४ ॥ અર્થ : જે પુરુષના કાન “યોગ' અક્ષરોરૂપી શલાકા-સળીથી વિધાયા નથી, એવા નિષ્ફળ જન્મવાળા પશુ સરખા મનુષ્યનો જન્મ ન થાય તે જ સુંદર છે. ૧૪ છે.
ટીકાર્થ : ભલે લોઢાની સોયથી કાન વિંધાયેલા હોય પણ “યોગ” એવા અક્ષરરૂપી શલાકાથી જેના કાન પવિત્ર થયા નથી, એવા પશુ સરખા પુરૂષના નિષ્ફળ અને વિડંબનાવાળા જન્મ કરતા તેનો જન્મ ન થાય, તે જ વધારે સુંદર ગણાય || ૧૪ ||, ફરી પણ અર્ધા શ્લોકથી યોગની સ્તુતિ કરી પાછલા અર્ધા શ્લોકથી યોગનું સ્વરૂપ કહે છે १५ चतुर्वर्गेऽग्रणीर्मोक्षो, योगस्तस्य च कारणम् ।
ज्ञानश्रद्धानचारित्र-रूपं रत्नत्रयं च सः ॥ १५ ॥ અર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર વર્ગમાં મોક્ષ અગ્રેસર છે. તે મોક્ષનું પણ કારણ યોગ છે, અને તે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રય યોગ છે. | ૧૫ //.
ટીકાર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગમાં મોક્ષ એ પ્રધાન છે. અર્થ ધન ઉપાર્જન કરવામાં અને રક્ષણ કરવામાં નાશ પામે, ખર્ચ થાય ત્યારે દુઃખના સંસર્ગથી દુષિત થવાથી તે ચાર વર્ગમાં અગ્રેસર નથી. કામ તો સુખ થોડું અંદર જણાય છે. તેથી અર્થ કરતા લગાર ચડિયાતું ગણી શકાય, તો પણ તેનો છેડો દુઃખમાં આવતો હોવાથી અને દુર્ગતિનું સાધન હોવાથી તે પણ પ્રધાન ન ગણાય. ધર્મ તો આ લોક અને પરલોકના સુખનું કારણ હોવાથી અર્થ અને કામ કરતા જો કે ચડિયાતો છે, તો પણ સુવર્ણની બેડી સમાન પુણ્યકર્મ બંધનું કારણ હોવાથી ભવ-ભ્રમણ કરાવનાર છે, તેથી ધર્મ પણ અગ્રેસર નથી. મોક્ષ તો પુણ્ય અને પાપના ક્ષય થવા સ્વરૂપ હોવાથી ક્લેશવાળો નથી, ઝેર મિશ્રિત ભોજન માફક ભોગવતી વખતે મનોહર અને દુષિત નથી. તેથી કરીને પરમ આનંદમય મોક્ષ એ ચાર વર્ગમાં સૌથી મોખરે રહેલો છે. તે મોક્ષનું નજીકનું કારણ હોય તો યોગ છે. તે યોગ કેવા સ્વરૂપવાળો છે ? જ્ઞાન, શ્રદ્ધા, અને ચારિત્રરૂપ રત્નત્રયીવાળો યોગ કહેલો છે. | ૧૫ || ત્રણ રત્નમાં પ્રથમ જ્ઞાનનું સ્વરૂપ કહે છે– १६ यथावस्थिततत्त्वानां संक्षेपाद्विस्तरणे वा ।
योऽवबोधस्तमत्राहुः, सम्यग्ज्ञानं मनीषिणः ॥ १६ ॥ અર્થ : યથાવસ્થિત તત્ત્વોનો સંક્ષેપ કે વિસ્તારથી જે અવબોધ થવો, તેને પંડિતો સમ્યજ્ઞાન કહે છે. || ૧૬ |
ટીકાર્થ : નય, નિક્ષેપ, પ્રમાણથી સિદ્ધ થએલ સ્વરૂપવાળા જે જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-લક્ષણ જે તત્ત્વો, તેનું જે સાચા સ્વરૂપવાળું જ્ઞાન, ક્ષયોપશમ-વિશેષથી કોઈકને સંક્ષેપથી અને કર્મક્ષય થવાથી કોઈકને વિસ્તારથી જે બોધ થાય. તે પ્રમાણે–
જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ સાત તત્ત્વો પંડિત પુરુષોએ કહેલા છે. તેમાં જીવો મુક્ત અને સંસારી એમ બે ભેદવાળા સમજવા. સર્વ જીવો અનાદિ અનંત જ્ઞાન-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org