SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ત દૈવ ખોટા માર્ગે ગયેલાને સારા માર્ગે ચડાવે છે, કોઈ વખત સારા માર્ગમાંથી ખોટા માર્ગમાં પ્રવર્તાવે છે, કોઈ વખત દૂર રહેલી વસ્તુને નજીક લાવે છે, અને દૈવ હાથમાં રહેલી વસ્તુનો વિનાશ કરે છે માયા અને ઈન્દ્રજાળ સરખા દૈવની ગતિ વિચિત્ર હોય છે. દેવની અનુકૂળતામાં પુરૂષોને ઝેર પણ અમૃત બની જાય છે અને પ્રતિકૂળતામાં વળી અમૃત હોય તે ઝેર બની જાય છે. આ પ્રમાણે વિચારતાં જ તે ધન શેઠ રાજગૃહ નગરે પહોંચ્યા અને શોક સહિત સુસુમાં પુત્રીની શરીરની ઉત્તરક્રિયા કરી વૈરાગ્યા થવાથી શ્રીવીર પ્રભુની પાસે દીક્ષા લઈ દુષ્કર તપ તપીને આયુષ્ય પૂર્ણ થતા સ્વર્ગે ગયા. ચિલાતિપુત્ર પણ સુસુમાના અનુરાગથી વારંવાર તેનું મુખ જોતો અને માર્ગના થાકને ન ગણકારતો દક્ષિણ દિશા તરફ ચાલ્યો. માર્ગમાં સર્વ પ્રકારના સંતાપને દૂર કરનાર છાયડાવાળા વૃક્ષ સરખા કાર્યોત્સર્ગ કરતા એક સાધુના આગળ દર્શન થયા. પછી પોતાના આ કાર્યથી ઉગ થએલા મનવાળા તેણે તો સાધુને કહ્યું કે, “મને ટૂંકાણમાં ધર્મ કહો. નહિંતર આ જ તરવારથી કેળ જેવી સુસુમાની જેમ તમારું મસ્તક છેદી નાંખીશ.” તે મુનિએ જ્ઞાનથી જાણ્યું કે, આ આત્મામાં રોપેલું બોધિબીજ ક્યારામાં રોપેલા ડાંગરના બીજની માફક જરૂર વૃદ્ધિ પામશે. “ઉપશમ વિવેક અને સંવર સમ્યગુ પ્રકારે કરવો જોઈએ.” એમ કહીને તે ચારણમુનિ પક્ષી માફક આકાશમાં ઉડી ગયા, સાંભળેલા, તે પદોને મંત્ર માફક વારંવાર યાદ કરતા અને પરાવર્તન કરતા ચિલાતીપુત્રને તેનો ભાવાર્થ આ પ્રમાણે સમજાયો કે, “ડાહ્યા પુરૂષોએ ક્રોધાદિક કષાયોનો ઉપશમ કરવો જોઈએ, અરે રે ! સર્પો વડે જેમ ચંદન તેમ કષાયરૂપ સર્ષોથી હું ઘેરાએલો છું. આજે હવે હું મહારોગની ચિકિત્સા કરવા માફક કે કષાયોને દૂર કરવા માટે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષરૂપી મહાઔષધોથી ચિકિત્સા કરીશ, વળી, ધન, ધાન્ય સોનું વગેરે પદાર્થોના ત્યાગ સ્વરૂપ વિવેક કે જે જ્ઞાનરૂપી મહાવૃક્ષનું અદ્વિતીય બીજ છે, તેને જ સ્વીકારીશ, તેમજ પાપ-સંપત્તિની ધ્વજા સમાન આ સુસુમાનું મસ્તક અને હાથમાં રહેલી તરવાર અને સર્વ ધન તેનો હું ત્યાગ કરું છું. ઈન્દ્રિયો અને મનના વિષયોથી પાછા હઠવારૂપ સંવર તેમજ સંયમ-લક્ષ્મીના મુગુટ સમાન એવો સંવર આજે મેં અંગીકાર કર્યો છે. સર્વ ઈન્દ્રિયોને વશ કરીને આ પ્રમાણે પદાર્થોનું ચિંતન કરતા એકમાત્ર મનની વિચારણાવાળા સમાધિને તે પામ્યા. ત્યાર પછી દુર્ગધવાળા લોહીની ગંધથી આવેલી કીડીઓએ કવચ માફક શરીરની ચારે બાજુ વીટળાઈને ઘુણકીડાઓ જેમ કાષ્ટને કોતરી નાંખે તેમ ચિલાતિપુત્રના શરીરમાં સેંકડો છિદ્રો કર્યા. આવા કીડાઓના ઉપસર્ગમાં થાંભલા સરખા નિશ્ચલ બની અઢી દિવસમાં તે દેવલોક ગયા. બીજા સૂત્રોમાં પણ તે માટે અધિકાર જણાવતા કહેલું છેઃ ત્રણ પદો વડે સમ્યગુ પ્રકારે ધર્મ સમજનાર, સંયમનો સ્વીકાર કરનાર, ઉપશમ, વિવેક અને સંવર પદવાળા ચિલાતીપુત્રને હું નમું છું. લોહીની ગંધથી કીડીઓ જેના પગમાં પ્રવેશ કરી છેક મસ્તક સુધી પહોંચી અંગને કોતરી ખાધું. તેવા દુષ્કરકારકને હું વંદન કરું છું. કીડીઓએ જેના દેહને ચાલણી જેવો છિદ્રવાળો કર્યો અને ડંખો માર્યા. તો પણ આરાધના માર્ગમાં અડગ રહેનાર એવા ધીર ચિલાતીપુત્રે અઢી દિવસમાં અનેક અપ્સરા-સમુદાયથી યુક્ત એવું અમરભવન પ્રાપ્ત કર્યું.” (આ. નિ. ૮૭૨-૭૫)વર્તનથી ચંડાલ માફક ધિક્કાર પદવી પામેલ નરકગતિમાં જવા યોગ્ય એવો ચિલાતીપુત્ર આ પ્રમાણે યોગનું આલંબન પામી દેવલોકના સુખનો અધિકારી બન્યો, એ રીતે સમગ્ર સુખનું મૂળ એવો તે યોગ જ વિજય પામે છે. તે ૧૩ છે. ફરી પણ યોગની જ સ્તુતિ કરે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy