________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૧૩
૪૧
આપણે ત્યાં જઈએ. ત્યાંથી જેટલું ધન મળે તે તમારે સર્વેમાં વહેંચી લેવું અને હું સુસુમાં કન્યાને લઈશ. એ પ્રમાણે વ્યવસ્થા કરીને રાત્રે ધનને ઘેર ગયા, અવસ્થાપિની નામની વિદ્યાનો પ્રયોગ કરીને લોકોને ઉંઘાડી પોતાનું આગમન જણાવીને ધન ચોરો પાસે ગ્રહણ કરાવ્યું હતું અને પોતે સુસુમાને ગ્રહણ કરી. પાંચ પુત્રો સાથે સમગ્ર પરિવાર સૂતેલો હતો. ત્યારે એક બાજુ ખસીને ઉભો રહ્યો, “ન્યાયવાનોનો આ જ ધર્મ ગણાય.' જીવ માફક તેણે સુસુમાને ગ્રહણ કરી. ચોરેલા ધન સાથે ચોરો પણ તેની સાથે પલાયન થયા. ધનશેઠે કોટવાળ વગેરે રક્ષણ કરનાર પુરૂષોને બોલાવીને કહ્યું કે, ચોરોએ લૂંટેલું ધન અને સુસુમા પુત્રીને પાછા લઈ આવો. ત્યાર પછી કોટવાળ અને પુત્રોના હાથમાં હથિયાર આપીને ધન પણ પોતાનું મન આગળ સ્પર્ધાથી દોડતું હોય, તેમ ઉતાવળથી પાછળ ગયો, જળ, સ્થળ, લતા, વૃક્ષો કે માર્ગમાં જે કંઈ દેખાય તે સર્વ ધતુરો પીવાથી ઉન્માદ પામેલાને જેમ સર્વ પીળા રંગવાળું સુવર્ણ દેખાય, તેમ આ સર્વે સુસુમા છે–તેમ તે ધન દેખવા લાગ્યો. અહીં જળપાન કર્યું. અહીં ભોજન કર્યું. અહીં બેઠા હતા, અહીંથી તે ગયો-એમ બોલતા અને ડગલા ભરતા, ચોરના પગલાના અનુસાર તેઓ ચોરો પાસે ગયા. “અરે હણો, હણો, પકડો પકડો’ એમ બોલતા રાજપુરુષો ચોરોને મળ્યા. ત્યાર પછી ચોરો ધનનો ત્યાગ કરીને પકડાવાના ભયથી જુદી જુદી દિશાઓમાં નાસી ગયા. પરંતુ ચિલાતીપુત્રે વાઘ જેમ પકડેલી મૃગલીને ન છોડે તેમ સુસુમાને ન છોડી. કોટવાળ વગેરે રાજ્યાધિકારીઓને પુષ્કળ ધન પ્રાપ્ત થવાથી પાછા ફર્યા. નિયમ છે કે, “સ્વાર્થસરે, એટલે સર્વ લોકોની અવળી બુદ્ધિ થાય છે. હાથી જેમ લતાને તેમ ચિલાતીપુત્રા સુસુમાને પોતાના ખભા ઉપર વહન કરતા મોટા અરણ્યમાં પેઠો. રાહુના મુખથી ચંદ્રકળાને તેમ ચોરના પંજામાંથી પુત્રીને ખેંચી લાવવા માટે પંચાનન (સિંહ) સરખા પાંચ પુત્રો સાથે ધન તેની પાછળ ગયો “જો ધન મારી નજીક આવી જાય, તો મારી આ સુસુમા રખે તેની થઈ જાય તેવી બુદ્ધિથી તેણે સુસુમાનું મસ્તક-કમલ છેદી નાંખ્યું. ખેચેલી તલવારવાળો અને મસ્તક જેણે હાથમાં સ્થાપન કરેલ છે, એવો તે તે સમયે યમરાજની નગરીના ક્ષેત્રપાલ જેવો બની ગયો. આ તરફ ધન સુસુમાના ધડ પાસે ઉભો રહીને રૂદન કરતો હતો. ત્યારે અશ્રુપ્રવાહથી નયન જળ અંજલિ અર્પણ કરતો હતો. તેણીના ધડનો ત્યાગ કરી ધન પુત્રો સાથે પાછો ફરતો હતો. શોકના કાંટાથી ભોકાએલા તે મહાઇટવીમાં ભૂલો પડ્યો. લલાટ પર તપતા સૂર્યના તેજના તાપના ભયથી જ હોય તેમ ચારે બાજુ છાયા સંકેલીને મધ્યાહુનનો સૂર્ય તે સમયે થયો. ધન અને તેના પાંચ પુત્રો શોક, શ્રમ, સુધા, તૃષ્ણા અને મધ્યાહુનો તાપ આ પાંચ અગ્નિ વડે જાણે પંચાગ્નિ તપ તપતા હોય તેમ જણાતાં માર્ગમાં જળ નથી, ખાવા ફળ નથી, તેમ જીવન આપનાર કોઈ બીજું ઔષધ જોવામાં આવતું નથી. ઉલટાં મૃત્યુ આપનાર હિંસક ફાડી ખાનારા શ્વાપદો જોવામાં આવ્યા. પોતાની તથા પુત્રોની આવા પ્રકારની અવસ્થા જોતો ધનશેઠ લાંબા માર્ગમાં જતાં જતાં વિચારવા લાગ્યો કે, “મારા સર્વ ધનનો નાશ થયો, પ્રાણાધિક પ્રિય પુત્રી મૃત્યુ પામી, અમે પણ મૃત્યુના કિનારે આવી પહોંચ્યા છીએ. અહો ! દૈવના આવા વિલાસને ધિક્કાર હો. પુરુષાર્થ કરવાથી કે બુદ્ધિ-સંપત્તિથી જે પદાર્થ સાધી શકાતું નથી ત્યારે એક માત્ર દૈવ જ અહિં મોટામાં મોટું બલવાન છે. આ દૈવ દાનથી પ્રસન્ન કરી શકાતું નથી. વિનયથી ગ્રહણ કરી શકાતું નથી. સેવાથી વશ કરી શકાતું નથી. આ દૈવને સાધવું કેટલું મુશ્કેલ છે ? પંડિતો પણ જેને સમજાવી શકતા નથી. પરાક્રમીએ પણ જેને રોકી શકતા નથી. તપસ્યા કરનારાઓ પણ જેને સાધી શકતા નથી. આ દૈવને જિતનાર બીજો સમોવડિયો કોણ હશે ? વળી આ દૈવ કોઈ વખત મિત્ર માફક મહેરબાની કરે છે, કદાચિત્ શત્રુ માફક નિઃશંકપણે હણી નાંખે છે, પિતા માફક દરેક પ્રકારે કોઈ વખત રક્ષણ કરે છે, તો કોઈ વખત દુષ્ટ પિતરાઈ માફક પીડા પણ કરે છે, કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org