SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૮-૨૩ બીજું મહાવ્રત કહે છે– २१ प्रियं पथ्यं वचस्तथ्यं सूनृतव्रतमुच्यते 1 તત્તધ્યપિ નો. તથ્ય-મપ્રિયં ચાહિત ચ યત્ ॥ ૨ ॥ અર્થ : પ્રિય હિતકારી અને સત્ય વચન બોલવું તે સૂતૃત વ્રત કહેવાય તથ્ય વચન પણ જો અપ્રિય અને અહિતકર હોય તો તે સત્ય વચન ન કહેવાય. ॥ ૨૧ || ટીકાર્થ : અમૃષાસ્વરૂપ સાચું વચન બોલવું તે સૂનૃતવ્રત કહેવાય. સાંભળતા માત્ર જે આનંદ આપે તે પ્રિય અને ભવિષ્યમાં હિતકારી તે પથ્ય તેવું વચન તથ્ય કહેવાય. અહીં સત્યવ્રતનો અધિકારી હોવાથી તથ્ય એવું એક વિશેષણ બસ છે. પ્રિય અને પથ્ય એવા વિશેષણોની શી જરૂર છે ? તેનું સમાધાન કરતાં જણાવે છે. વ્યવહારથી સત્ય હોવા છતાં પણ ચોરને તું ચોર, કોઢીયાને તું કોઢરોગવાળો કહે તે અપ્રિય હોવાથી સાચું નથી ગણ્યું. સાચું છતાં અહિતકર, જેમ કે શિકારીઓ જંગલમાં પૂછે, કે મૃગલાઓ કઈ તરફ ગયા ? એને ખરી હકીકત કહેવાથી મૃગલાઓને હિંસા કરી મારી નાંખે, તેથી તેને સત્ય નથી ગણ્યું || ૨૧ ॥ ત્રીજા મહાવ્રતને કહે છે. २२ अनादानमदत्तस्याऽस्तेयव्रतमुदीरितम् ૪૯ बाह्याः प्राणा नृणामर्थो हरता तं हता हि ते ॥ २२ ॥ અર્થ : વિત્તના સ્વામીએ નહિ આપેલ વસ્તુ ગ્રહણ ન કરવી, તે અસ્તેય નામનું ત્રીજું મહાવ્રત કહેલું છે. ધન એ મનુષ્યના બાહ્ય પ્રાણો છે અને તેનું હરણ કરવાથી તેઓના પ્રાણોના નાશ કર્યો સમજવો. ॥ ૨૨ ॥ ટીકાર્ય : ધનના માલિકે આપ્યા વગર ગ્રહણ કરવું તે અદત્તાનાદાન. ૧ સ્વામી ૨ જીવ, ૩ તીર્થંકર અને ૪ ગુરુ-અદત્ત એમ તેના ચાર પ્રકાર છે. તૃણની સળી, પત્થર, કાષ્ટ વગેરે તેના સ્વામીએ ન આપેલા હોય તો તે સ્વામીથી અદત્ત માલિકે આપવા છતાં જીવ પોતે ન આપે જેમ કે દીક્ષાના પરિણામ વગરનો જીવ હોય તેને માતા-પિતા ગુરુને આપે તે જીવથી અદત્ત, તીર્થકરોએ પ્રતિષિદ્ધ એવા આધાકર્માદિ ગ્રહણ કરવા, તે તીર્થકરથી અદત્ત, માલિકે આપેલ હોય છતાં આધાકર્માદિ, દોષ-રહિત હોય, પણ ગુરુની રજા વગર ગ્રહણ કરે તો તે ગુરુથી અદત્ત કહેવાય. બાકીના વ્રતો પ્રથમ વ્રતનું રક્ષણ કરનારાં છે. અદત્તાદાનમાં હિંસા કેવી રીતે ગણાય ? ત્યારે જણાવ્યું કે, ધન એ બાહ્ય પ્રાણ છે. ચોરી કરવી તે બાહ્ય પ્રાણ લીધા બરાબર છે. || ૨૨ ચોથું મહાવ્રત કહે છે. २३ दिव्यौदारिककामानां कृतानुमतिकारितैः 1 मनोवाक्कायतस्त्यागो ब्रह्माष्टादशधा मतम् 11 २३ It અર્થ : દેવ સંબંધી અને ઔદારિક શરીર સંબંધી, કામોને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાના ત્યાગરૂપ એવા અઢાર ભેદવાળું બ્રહ્મવ્રત કહેલું છે. ॥ ૨૩ || ટીકાર્થ : દેવતાઈ વૈક્રિય શરીરો અને તિર્યંચો તથા મનુષ્યોના ઔદારિક શરીરના કામોનો મનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy