SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વચનથી અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાઓં ત્યાગ એ પ્રમાણે અઢાર ભેદવાળું કામના ત્યાગરૂપ બ્રહ્મવ્રત કહેલું છે કે – દેવતાઈ કામના રતિસુખથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ એ પ્રમાણે નવ, તથા ઔદારિક સંબંધી પણ તે જ પ્રમાણે નવ મળીને અઢાર પ્રકારવાળું બ્રહ્મવ્રત (પ્રશ. ૧૭૭) કરવું, કરાવવું, અનુમોદવું, મન, વચન અને કાયાથી આ વચલા વ્રતમાં કહેવાથી પહેલાં અને પછી પણ આ ભેદો જોડવા. || ૨૩ || २४ सर्वभावेषु मूर्छाया - स्त्यागः स्यादपरिग्रहः । यदसत्स्वपि जायेत, मूर्च्छया चित्तविप्लवः ॥ २४ ॥ અર્થઃ સર્વપદાર્થો સંબંધી મૂછનો ત્યાગ, તે અપરિગ્રહ વ્રત કહેવાય. છતાં પદાર્થોમાં પણ મૂચ્છ થવાથી ચિત્ત અસ્થિર બને છે. ૨૪ || ટીકાર્થ : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અને સર્વ ભાવોમાં મૂછ કે આસક્તિનો ત્યાગ એકલા પદાર્થ માત્રનો ત્યાગ નહિ, પણ તેની મૂચ્છનો ત્યાગ અપરિગ્રહવ્રત કહેવાય. શંકા કરે છે કે, પરિગ્રહનો ત્યાગ કર્યો એટલે અપરિગ્રવ્રુત થઈ ગયું. મૂર્છા ત્યાગરૂપ તેનું લક્ષણ કેમ કહ્યું ? તેના સમાધાનમાં કહે છે કે, અવિદ્યમાન પદાર્થમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવમાં મૂર્છા થવાથી ચિત્તની અશાંતિ થાય છે અને અસ્થિર ચિત્તવાળાથી પ્રશમ-સુખનો અનુભવ કરી શકાતો નથી. ધન ન હોવા છતાં ધનની તૃષ્ણાવાળા રાજગૃહીના દ્રમકની માફક ચિત્તની મલિનતા દુર્ગતિમાં પડવાનું કારણ બને. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, લક્ષણ સામગ્રીની હાજરી છતાં તૃષ્ણારૂપ કાળા સર્પના ઉપદ્રવ વગરના મનવાળાઓને પ્રશમ-સુખની પ્રાપ્તિથી ચિત્તની પૂર્ણ સ્થિરતા હોય છે. આ જ કારણથી ધર્મોપકરણ ધારણ કરનાર યતિઓને શરીર અને ઉપકરણમાં મમતા ન હોવાથી અપરિગ્રહપણું જણાવેલું છે. કહ્યું છે કે :- “જેમ ઘોડાને આભૂષણો હોવા છતાં તેને તેની મચ્છ હોતી નથી, તેવી રીતે ઉપકરણવાળા નિગ્રંથો પણ તેમાં રાગ કરતા નથી. પ્રશ. ૧૪૧) જેવી રીતે મચ્છ રહિત ધર્મોપકરણવાળા મુનિઓને પરિગ્રહદોષ નથી, તેવી રીતે વ્રત ધારણ કરનાર સાધ્વીઓ પણ ગુરુના ઉપદેશ અનુસાર ધર્મોપકરણ ધારણ કરનારી, ત્રણ રત્નવાળી નિગ્રંથીઓને પણ પરિગ્રહપણાનો દોષ નથી, આ કારણથી સાધ્વીઓ માટે “ધર્મોપકરણ-પરિગ્રહ માત્રથી સ્ત્રીઓને મોક્ષ ન હોય તેમ કહેનાર (દિગમ્બર) માત્ર વાચાળ છે // ૨૪ || પાંચ પાંચ ભાવનાથી યુક્ત હોય તો તે, પાંચ મહાવ્રત મુક્તિ માટે થાય છે, તે પૂર્વ કહ્યું હતું, તેની સ્તુતિ કરે છે. २५ भावनाभि वितानि, पञ्चभिः पञ्चभिः क्रमात् । મહાવ્રતાનિ નો ચ, સાથ જ્યવ્યયં પમ્ | ૨ | અર્થ : પાંચ પાંચ ભાવનાથી ભાવિત એવા મહાવ્રતો દ્વારા ક્યા આત્માએ મુક્તિરૂપ અવ્યયપદને સાધ્યું નથી ? અર્થાત્ ભાવનાયુક્ત મહાવ્રતોને પાળનાર અનંતા આત્મા અક્ષયપદને (મોક્ષ પદને) પામ્ય છે . ૨૫ // ટીકાર્થઃ વાસિત કરાય-ગુણ વિશેષોનું જેમાં આરોપણ કરાય, એવા મહાવ્રતો ભાવનાઓ વડે દઢપણે પાલન કરી શકાય છે. | ૨૫ || હવે પ્રથમવ્રતની ભાવનાઓ કહે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy