SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૨૪-૨૯ ૫૧ २६ मनोगुप्त्येषणादाने-र्याभिः समितिभिः सदा ।। दृष्टान्नपानग्रहणे-नाऽहिंसां भावयेत् सुधीः ॥ २६ ॥ અર્થ : સુબુદ્ધિશાળી સાધુએ ૧. મનોગુપ્તિ ૨. એષણા સમિતિ, ૩. આદાન-નિક્ષેપ સમિતિ, ૪. ઈર્યાસમિતિ અને પ. દષ્ટિથી જોઈને આહાર-પાણી ગ્રહણ કરવા દ્વારા અહિંસા વ્રતને ભાવવું જોઈએ. || ૨૬ || ટીકાર્થ : મનગુપ્તિરૂપ એક ભાવના– તેનું વર્ણન આગળ કહેવાશે. વિશુદ્ધ-નિર્દોષ પિંડ ગ્રહણ કરવામાં સમ્યગું સાવધાની રાખવી, પાટ-પાટલા વગેરે પદાર્થો લેવા-મૂકવામાં જે જયણાવાળી પ્રવૃત્તિ જવા આવવામાં જણાવાળી પ્રવૃત્તિ, નજર કરી આહાર-પાણી ગ્રહણ કરવાં, તથા ઉપલક્ષણથી ભોજન કરતી વખતે પણ અહિંસા ભાવવી. અહીં ગુપ્તિ અને સમિતિઓ મહાવ્રતની ભાવનારૂપે જાણવી. અથવા પંચસમિતિ ઈત્યાદિ ગ્રંથથી ફરી કથન કરવાથી ગુપ્તિ-સમિતિઓનું ઉત્તરગુણપણું જણાવવા માટે સમજવું કહેલું છે કે - “પિંડની વિશુદ્ધિ, સમિતિઓ, ભાવના બે પ્રકારનો તપ, પ્રતિમા અને અભિગ્રહ એ ઉત્તર ગુણોના પ્રકાર છે' (નિ. ભા. ૬૫૩૪) અહીં મનોગુપ્તિને ભાવના જણાવી તે એટલા માટે કે હિંસામાં મનોવ્યાપારનું મુખ્યપણું છે. શાસ્ત્રમાં સંભળાય છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનોગુપ્તિ વડે અહિંસાવ્રતને ન ભાવ્યું તેથી હિંસા ન કરવા છતાં પણ સાતમી નરક યોગ્ય પાપ એકઠું કર્યું હતું. એષણા, આદાન અને ઈર્યા-સમિતિ તો અહિંસા વ્રતમાં અત્યંત ઉપકાર કરનારી છે જ, તેથી તેનું ભાવનાપણું યોગ્ય જ છે. દેખેલા અન્ન-પાણી ગ્રહણ કરવા. તેમાં ત્રસાદિક જીવો સહિત અન્ન પાણીના પરિહાર કરવારૂપ અહિંસાવતને ઉપકારક થાય છે. આ પાંચમી ભાવના. / ૨૬ // બીજા મહાવ્રતની ભાવનાઓ કહે છે– २७ हास्य-लोभ-भय-क्रोध प्रत्याख्यानैर्निरन्तम् । માનો માપોનાપ, માવહૂતિવ્રતમ્ | ૨૭ છે અર્થ : સદાકાળ ૧. હાસ્ય, ૨. લોભ ૩. ભય ૪. અને ક્રોધના પ્રત્યાખ્યાનથી અને ૫. વિચાર કરીને બોલવાથી સત્યવ્રતને ભાવવું || ૨૦ || ટીકાર્થ : હસતા-મશ્કરી કરતા અસત્ય બોલે, લોભાધીન બન્યો કે ધનની આકાંક્ષાથી પ્રાણોની રક્ષાની ઈચ્છાવાળો ભયથી, ક્રોધથી ચંચળ મન થવાના કારણે જુઠું બોલે, હાસ્યાદિકના પચ્ચખાણ ત્યાગ કરવા રૂપ ચાર, ભાવના અને સમ્યગૃજ્ઞાનપૂર્વક બરાબર વિચારી કરીને “રખેને અજ્ઞાનતાથી ફેરફાર ન બોલી જવાય એવી રીતે બોલવું. તે પાંચમી ભાવના, મોહ અને મૃષાવાદનું કારણ પ્રસિદ્ધ જ છે. કહેલું છે રાગથી દ્વેષથી અને મોહ એટલે અજ્ઞાનથી જે વચન બોલાય, તે અસત્ય કહેવાય’ || ૨૭ || ત્રીજા મહાવ્રતની ભાવનાઓ કહે છે– २८ आलोच्यावग्रहयाच्ञा-ऽभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् ॥ २८ ॥ २९ समानधार्मिकेभ्यश्च, तथाऽवग्रहयाचनम् । अनुज्ञापितपानान्नाशनमस्तेयभावनाः ॥ २९ ॥ (युग्मम्) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy