SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવા અર્થ : ૧. મનથી વિચાર કરીને અવગ્રહ-જગ્યાની માંગણી કરવી ૨. વારંવાર અવગ્રહની માંગ કરવી. ૩. આટલી મર્યાદાવાળુ સ્થાન જ મારા ઉપયોગી છે' - એમ વિચારીને પોતાને ઉપયોગમાં આ તેટલા અવગ્રહની ધારણા કરવી એ ત્રીજી ભાવના છે. ૪. સાધાર્મિક એવા સાધુઓ પાસે અવગ્રહને યાચના કરવી અને ૫. અનુજ્ઞાથી પ્રાપ્ત થએલા અન્ન-પાણીને વાપરવા એ પાંચમી ભાવના છે // ૨૮-૨૯ / ટીકાર્થ : મનથી વિચાર કરી સાધુએ રહેવા માટેના અવગ્રહની માંગણી કરવી. ૧. ઈન્દ્ર અને ૨. ચક્રવર્તી ૩. માંડલિક રાજા ૪. મકાન-માલિક ૫. સાધર્મિક સાધુ એમ પાંચ પ્રકારના અવગ્રહો કહેલાં છે. આગળ આગળના બાધ્ય છે અને પાછળ પાછળના અવગ્રહો બાધક છે. તેમાં દેવેન્દ્રનો અવગ્રહ એવી રીતે સમજવો કે જેમ સૌધર્માધિપતિ દક્ષિણલોકાર્ધના અને ઈશાનાધિપતિ ઉત્તરલોકાઈના માલિક ગણાય. તેમ દેવેન્દ્રો પણ અવગ્રહના માલિક ગણાય. રાજા ચક્રવર્તી તેના અવગ્રહ ભરતક્ષેત્ર માંડલિક રાજા તેના તાબાનું રાજ્ય હોય તે, ગૃહપતિનો અવગ્રહ, શય્યાતર વસતિ-મકાનમાં માલિક તેના અવગ્રહ, સાધુઓ આગળ આવેલા હોય અને તેમને ગૃહસ્થોએ ઉતારો આપેલા હોય તેવા ઘરો. આવા અવગ્રહો જાણીને વિધિપૂર્વક ક્રમસર રહેવાના સ્થાનની યાચના કરવી. માલિક પાસે યાચના ન કરવાથી માંહોમાંહે વિરોધ, વગર કારણે અણધાર્યા કલેશ કંકાસ વગેરે આલોકસંબંધી દોષ ઉભા થાય. પરલોકમાં પણ વગર આપેલનો ભોગવટો કરવાથી ઉત્પન્ન થએલ પાપકર્મ ભોગવવું પડે. આ પ્રથમ ભાવના. માલિકે એક વખત આપેલા સ્થાનની વારંવાર માંગણી કરતા રહેવું. પહેલા પ્રાપ્ત થએલ અવગ્રહમાં વળી ગ્લાન, વૃદ્ધના મળ-મૂત્ર વગેરે પરઠવવા માટે, પાત્રાં હાથ-પગ ધોવાના સ્થાનોની માંગણી દાતારના ચિત્તની પ્રસન્નતા રહે માટે કરવી. આ બીજી ભાવના. આટલા પરિણામવાળા આ સ્થાનમાં અમને માત્ર આટલી જ જગ્યા જરૂરી છે. વધારેની જરૂર નથી-એ પ્રમાણે અવગ્રહની વ્યવસ્થા કરવા પૂર્વક ધારણ કરવી. આવી રીતે અવગ્રહને ધારણ કરવામાં તેની અંદર કાઉસ્સગ્ન આદિ ક્રિયા કરવામાં આવે તો દાતારને અગવડ કરનાર થતો નથી. પ્રથમ માંગણીના સમયે જગ્યાની મર્યાદા નક્કી કરી ન હોય તો કદાચ દાતારના મનમાં ઉદ્વેગ થવાનો વખત આવે અને પોતાને પણ અદત્ત-પરિભોગન કર્મબંધ થાય. એ ત્રીજી ભાવના ધર્મ પાલન કરે, તે સાધર્મિક સમાન શાસન પામેલા સાધુઓ, પહેલા જેમણે આ ક્ષેત્ર સ્વીકારેલું હોય, તેઓ પાસેથી રજા મેળવી ત્યાં રહેવું. નહિતર ચોરી ગણાય. એ ચોથી ભાવના. સૂત્રમાં કહેલી વિધિથી અચિત્ત, દોષરહિત એષણીય, અને કલ્પનીય આહાર-પાણી મેળવ્યા હોય, એ લાવીને આલોવી, ગુરુને નિવેદન કરી ગુરુની રજા મેળવી માંડલીમાં કે એકલા ઉપલક્ષણથી આ સાથે આપણે ધ્યાનમાં રાખવું કે જે કાંઈ ઔધિક, ઔપગ્રાહિક, ભેદવાળું ઉપકરણ એટલે ધર્મ-સાધન તે સર્વનો ગુરુની રજા મેળવ્યા પછી જ ભોગવટો કરવો-એમ કરનાર ત્રીજા મહાવ્રતનું ઉલ્લંઘન કરતો નથી. આમ પાંચ ભાવના સમજવી | ૨૮-૨૯ // ચોથા મહાવ્રતની ભાવનાઓ કહે છે– ३० स्त्रीषण्ढपशुमद्वेश्मा-ऽऽसनकुड्यान्तरोज्झनात् । सरागस्त्रीकथात्यागात्-प्राग्रतरस्मृतिवर्जनात् ॥३०॥ ३१ स्त्रीरम्याङ्गेक्षणस्वाङ्ग - संस्कारपरिवर्जनात् । प्रणीतात्यशनत्यागाद्, ब्रह्मचर्यं च भावयेत् ॥ ३१ ॥ (युग्मम् અર્થ : ૧- સ્ત્રી, નપુંસક, પશુ આદિથી યુક્ત, વસતિ, આસન, અને ભીંતના આંતરાવાળી જગ્યાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy