________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૩૦-૩૩
ત્યાગ કરવાથી, ૨ રાગને પેદા કરનારી સ્ત્રી કથાનો ત્યાગ કરવાથી, ૩ - પૂર્વકાળમાં કરેલી વિષયક્રીડાની સ્મૃતિ નહીં કરવાથી ૪ - સ્ત્રીના રમ્ય અંગો નહિ જોવાપૂર્વક અંગોની શોભાનો ત્યાગ કરવાથી ૫ -સ્નિગ્ધ તથા પ્રમાણાતીત ભોજનના ત્યાગ વડે બ્રહ્મચર્ય વ્રતને ભાવવું ॥ ૩૦-૩૧ ||
ટીકાર્થ : દેવ અને મનુષ્ય એમ બે ભેદવાળી સ્ત્રીઓ આ સજીવ, અચિત્ત તો પૂતળી, લેપથી બનાવેલી ચિત્રકર્મ કરેલી, અચિત્ત, નપુંસક એટલે ત્રીજા વેદના ઉદયવાળા મહામોહકર્મવાળા, સ્ત્રી અને પુરુષ સેવન કરવામાં રક્ત, તથા તિર્યંચયોનિવાળા-તેમાં ગાય, ભેંસ, ઘોડી, ગધેડી, બકરી, ઘેંટી જેમાં મૈથુનની સંભાવના હોય તેવા સ્ત્રી, નપુંસક અને પશુવાળા સ્થાન, આસન કરી જે સ્થાને બેઠેલા હોય, અગર તેમણે સંથારો વાપરેલો હોય. જેના આંતરે રહેવાથી દંપત્તિના મોહ ઉત્પન્ન કરનાર શબ્દો સંભળાય, બ્રહ્મચર્યના ભંગના ભયથી તેવા સ્થાનનો ત્યાગ કરવો. આ પ્રથમ ભાવના રાગપૂર્વક સ્ત્રીઓ સાથે અગર સ્ત્રીઓની કથા, રાગવાળી સ્ત્રીઓની સાથે કથા. તેનો ત્યાગ રાગ ઉત્પન્ન કરનાર એવી દેશ, જાતિ, કુલ, વેષભૂષા, ભાષા, ચાલ, હાવભાવ, મન પારખવું, હાસ્ય લીલા, કટાક્ષ, પ્રણય-કલહ શૃંગારરસવાળી વાતચીતો પણ પવન માફક ચિત્ત-સમુદ્રને ક્ષોભ પમાડે છે આ બીજી ભાવના. દીક્ષા કે બ્રહ્મચર્ય ધારણ કર્યા પહેલાં ગૃહસ્થપણામાં સ્ત્રીઓની સાથે રતિક્રીડા-આલિંગનાદિ કર્યા હોય તેનું સ્મરણ થાય તો, તેનો ત્યાગ કરવો, પૂર્વની રતિક્રીડાની સ્મરણરૂપ-ઇંધણથી કામાગ્નિ વધારે તેજ થાય છે. આ ત્રીજી ભાવના. અવિવેકી લોકની અપેક્ષાએ સ્ત્રીઓનાં મનોહર સ્પૃહા કરાવનારાં આકર્ષક મુખ, નેત્ર, સ્તન સાથળ વગેરે અંગો અપૂર્વ વિસ્મયરસના પૂર્ણપણાથી વિકસ્વર નયન કરીને નિરીક્ષણ ન કરવા. રાગ-દ્વેષરહિતપણે માત્ર જોવું તે ખરાબ ગણ્યું નથી. કહ્યું છે કેઃ— ‘ચક્ષુના વિષયમાં આવેલું રૂપ તેનું અદર્શન કરવું તે અશક્ય છે. પરંતુ પંડિત પુરૂષે તેના રૂપમાં રાગ-દ્વેષ સાફ કરવા ઓળવા-રૂપ સંસ્કાર કરવા, સ્ત્રીઓનાં રમ્ય અંગો તરફ નજર કરવી, પોતાના અંગોનો સંસ્કાર કરવો, તે બંનેનો ત્યાગ કરવો, સ્ત્રીના મનોહર અંગો તરફ ષ્ટિ કરવાથી ચપળ નેત્રવાળો બની જેમ પતંગીયો દીપ-શિખામાં તેમ વિનાશ પામે છે. અપવિત્ર શરીરના સંસ્કારમાં મૂઢ બનેલો તેવા ઉન્માદના વિચારો વડે પોતાના આત્માને નિષ્ફળ કલેશ પમાડે છે. આ ચોથી ભાવના રસવાળા વીર્ય વૃદ્ધિ કરનાર, પુષ્ટિ આપનાર, મધુર રસવાળા અને રસ વગરના હોય તો પણ વધારે પ્રમાણમાં લેવા, લુખાં ભોજન પણ કંઠ સુધી દબાવી દબાવી ખાવું તેવા ભોજનનો ત્યાગ કરવો, હંમેશા શરીર પુષ્ટ કરનારા, વીર્યવૃદ્ધિ કરનાર, સ્વાદિષ્ટ ચીકાશવાળા રસવાળા ખોરાક ખાવાથી પ્રધાન ધાતુનું વિશેષ પોષણ થવાથી વેદોદય જાગૃત થાય અને અબ્રહ્મ પણ સેવન કરે. વધારે પ્રમાણમાં ભોજન કરવાથી એકલા બ્રહ્મચર્યનો નાશ નથી, પરંતુ શરીરને પણ નુકશાન કરતું હોવાથી તે ત્યાગ કરવાનું છે. કહેલું છે કેઃ- સહિત ખોરાક, અર્ધભાગે, પાણીના બે ભાગે, વાયુ કરવા માટે છઠ્ઠો ભાગ ઉણો રાખે. (પિ.નિ. ૬૫૦) આ પાંચમી ભાવના. એવી રીતે નવ-પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિનો સંગ્રહ કરીને બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવના પૂર્ણ કરી. II ૩૦-૩૧ ॥
હવે પાંચમા મહાવ્રતની ભાવનાઓ કહે છે–
३२ स्पर्शे रसे च गन्धे च रूपे शब्दे च हारिणि ।
૫૩
पञ्चस्वितीन्द्रियार्थेषु गाढं गार्द्धयस्य वर्जनम् ॥ ૩૨ ॥
३३ एतेष्वेवामनोज्ञेषु, सर्वथा द्वेषवर्जनम्
1
આશ્ચિત્ત્વવ્રતયૈવ, ભાવના: પન્નુ તિતાઃ ॥ ૩૩ ॥ (યુગ્મમ્)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org