SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ અર્થ : ૧ થી ૫ મનોહર એવા સ્પર્શ-રસ-ગંધ-રૂપ અને શબ્દ રૂપ પાંચેય વિષયોની ગાઢ લોલુપતાનો ત્યાગ કરવો અને ચિત્તને આનંદ ન થાય તેવા પાંચેય વિષયોમાં સર્વથા દ્વેષ ન કરવો. તે અપરિગ્રહ વ્રતની પાંચ ભાવના છે. || ૩૨-૩૩ || ટીકાર્થ : સ્પર્ધાદિક જે ગમતા હોય, તેવા વિષયોમાં અતિરાગનો ત્યાગ કરવો, ઈન્દ્રિયોને પ્રતિકુલ એવા અણગમતા સ્પર્ધાદિમાં દ્વેષ ન કરવો. આસક્તિવાળો મનુષ્ય મનોહર વિષયોમાં રાગ અને અણગમતા વિષયોમાં દ્વેષ કરે છે. મધ્યસ્થને મૂર્છા ન હોવાથી નથી ક્યાંય પ્રીતિ કે નથી અપ્રીતિ. રાગ થયા પછી વૈષ થતો હોવાથી વેષને પાછળથી ગ્રહણ કર્યો. કિંચન એટલે બાહ્ય અને અત્યંતર પરિગ્રહરૂપ તે જેને નથી, તે અકિંચન, તેનો ભાવ તે અકિંચન્ય અર્થાત્ - અપરિગ્રહતા તે રૂપ મહાવ્રત તેની આ પાંચ ભાવનાઓ જણાવી | ૩૨-૩૩ મૂલગુણરૂપ ચારિત્ર કહીને ઉત્તરગુણરૂપ ચારિત્ર કહે છે३४ अथवा पञ्चसमितिगुप्तित्रयपवित्रितम् । चरित्रं सम्यक् चारित्र-मित्याहुर्मुनिपुङ्गवाः ॥ ३४ ॥ અર્થ અથવા -પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવી સાધુની ચર્યાને પણ ઉત્તમ મુનિઓએ સમ્યફ ચારિત્ર કહ્યું છે. || ૩૪ || ટીકાર્થઃ સમિતિ એટલે પાંચ ચેષ્ટાઓની તાંત્રિક સંજ્ઞા અથવા અહપ્રવચન અનુસાર પ્રશસ્ત ચેષ્ટા તે સમિતિ ગુપ્તિ એટલે આત્માનું સંરક્ષણ, મુમુક્ષુનું યોગ-નિગ્રહ, એ પાંચ સમિતિ એ ત્રણ ગુપ્તિ તે બંનેથી પવિત્ર એવી સાધુઓની ચેષ્ટા તે સમ્યફ ચારિત્ર કહેવાય. સમ્યગ્ પ્રવૃત્તિ સ્વરૂપ સમિતિ, અને પ્રવૃત્તિથી નિવૃત્તિલક્ષણ ગુપ્તિ. આ બેમાં આટલી વિશેષતા છે . ૩૪ || હવે સમિતિ અને ગુપ્તિઓના નામ કહેવા પૂર્વક જણાવે છે__ ३५ ईर्याभाषैषणाऽऽदान-निक्षेपोत्सर्गसंज्ञिकाः । पञ्चाहुः-समितीस्तिस्त्रो, गुप्तीस्त्रियोगनिग्रहात् ॥ ३५ ॥ અર્થ: ૧ - ઇર્યાસમિતિ, ૨- ભાષાસમિતિ ૩- એષણા સમિતિ ૪- આદાન-નિક્ષેપ સમિતિ અને પપારિષ્ઠાપનિકા સમિતિ - આ પાંચ સમિતિ છે અને મન આદિ ત્રણ યોગના નિગ્રહથી ત્રણ પ્રકારની ગુપ્તિક કહી છે ! ૩૫ / ટીકાર્થ: ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-નિક્ષેપ સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, આ પાંચ સમિતિ અને ત્રણ યોગોના નિગ્રહ કરવા રૂપ મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલી છે. ઉપર કહેલી પાંચ સમિતિ તથા મન, વચન અને કાયાના વ્યાપારનો પ્રવચનવિધિથી નિરોધ કરવો, મન, વચન, કાયાને પ્રવર્તાવવા, ઉન્માર્ગમાં જતાં ત્રણે યોગને અટકાવવાં, તે ગુપ્તિ કહેવાય. ||૩૫ || ઈર્યાસમિતિનું લક્ષણ કહે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy