________________
૩૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
રાજ્યના ભાગથી મને સંતોષ છે. મેં તો તેની પૃથ્વીની ઉપેક્ષા કરી છે.” ત્યાંથી પાછા ફરેલા દૂતે સર્વ હકીકત જણાવી એટલે તે જ ક્ષણે બાહુબલી સાથે યુદ્ધ કરવાની અભિલાષાવાળા ભરત મહારાજાએ સેના સાથે પ્રયાણ કર્યું. ચોમાસામાં વાદળાં જેમ આકાશને ઢાંકે તેમ સૈન્ય વડે પૃથ્વીને ઢાંકતો મહાપરાક્રમી બાહુબલી પણ ભરત સામે લડવા માટે આવી પહોંચ્યો. બંનેના સૈન્યોના મહાસુભટો રૂપી જીવજંતુઓના પરસ્પર શસ્ત્રો અફળાવવા રૂપે મોજાંઓનો ભયાનક ભેટો થયો. તેઓના સૈનિકોનું માંહેમાંહે ભાલા સામે ભાલાનું, બાણો સામે બાણોનું યમરાજની હાજરીવાળું યુદ્ધ પ્રવર્યું. ત્યાર પછી મહાબળવાળા બાહુબલિએ રૂના પૂંમડાની માફક સમગ્ર સૈન્યને દૂર હટાવી ભરતને આ પ્રમાણે કહ્યું “અરે ! હાથી, ઘોડા, પાયદલ, સેનાનો ઘાત કરી ફોગટ પાપ શા માટે ઉપાર્જન કરે છે ? જો તું એકલો લડવા સમર્થ હોય તો એકલા મારી સાથે યુદ્ધ કર” ત્યાર પછી બન્નેએ એક અંગથી દ્વન્દ્વયુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી અને બંને પક્ષોના સૈનિકોને યુદ્ધ કરતા નિવારણ કર્યા. એટલે તેઓ સાક્ષીની માફક બંને પક્ષે જોતા ઉભા હતા. પ્રથમ દૃષ્ટિયુદ્ધ શરૂ થયું. એટલે નિર્નિમેષ નેત્રવાલા આ બંને નરદેવો દેવો છે.’ એમ દેવતાઓએ પણ અનુમાન કર્યું. જેમાં સાક્ષીઓ દેવતા હતા એવા તે બંનેમાં ભરત હારી ગયો એટલે પક્ષ અને પ્રતિપક્ષ સ્થાપવારૂપ વાદ-વિવાદરૂપ વાગ્યુદ્ધ કર્યું. તેમાં પણ ભરતનો પરાજય થયો. એટલે મહાભુજાવાળા બંનેએ ભુજાયુદ્ધથી યુદ્ધ શરૂ કર્યું. બાહુબલીએ પોતાની બાહુ લંબાવી તેને ભરત વાળવા મંડ્યો. પણ મહાવૃક્ષની ડાળી ઉપર વાંદરો લટકે તેમ લટકતો દેખાયો. ભરતની મોટી ભુજાની બળવાન બાહુબલિએ એક જ હાથ વડે લતાનાલની માફક વાળી નાંખી. મુષ્ટિયુદ્ધ શરૂ થયું. એટલે બાહુબલીના ઉપર ભરત પ્રહાર કરવા લાગ્યો. પણ સમુદ્રના મોજાં કિનારા પરના પર્વત પર અથડાય, તેની માફક તેની મુષ્ટિઓ નિષ્ફળ થઈ. બાહુબલિએ વજ્ર સરખી મુષ્ટિનો પ્રહાર કર્યો. એટલે ભરત પોતાના સૈન્યના અશ્રુજળ સાથે પૃથ્વીમાં પડ્યો; મૂર્છા ઉતર્યા બાદ હાથી દંતશૂળથી પર્વતને તાડન કરે તેવી રીતે ભરત અભિમાનથી બાહુબલિને દંડ વડે તાડન કર્યું. ત્યાર પછી બાહુબલીએ પણ ભરતને દંડથી માર્યો. જેથી તે ભૂમિમાં નાંખેલા ખીલા માફક જાનું સુધી ખૂંચી ગયો. પછી ભરતને સંશય થયો કે શું આ ચક્રવર્તી હશે ? તેટલામાં યાદ કરતા ચક્ર તેના હાથમાં તરત આવી ગયું. મહાકોપથી ભૂમિમાંથી બહાર નીકળીને ભરત મહારાજાએ લશ્કરના હાહાકર સાથે તેવા પ્રચંડ ચમકતાં ચક્રને ફેંક્યું. તે ચક્ર બાહુબલિને પ્રદક્ષિણા કરી પાછું ફર્યું. કારણકે દેવતાથી અધિષ્ઠિત શસ્ત્રો એકગોત્રવાળા સ્વજનોનો પરાભવ કરતા નથી. તેને અનીતિ કરતા દેખીને કોપથી લાલ નયનવાળા બાહુબલીએ ચક્ર સાથે તેને ચૂરી નાખું.' એમ વિચારી મુઠ્ઠી ઉગામી, ‘તેની માફક હું પણ કષાયો વડે ભાઈનો વધ કરવા તૈયાર થયો છું ! માટે ઈન્દ્રિયોને જીતી હું કષાયોને હણું ! એમ વિચારતા ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળા બાહુબલીએ તે જ મુષ્ઠિથી મસ્તકના કેશનો લોચ કર્યો અને તરત સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું. ‘સુંદર કર્યું, સુંદ૨ કર્યું' એમ આનંદ-પૂર્વક બોલતા દેવતાઓએ બાહુબલિના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. બાહુબલિએ મનમાં વિચાર્યું કે, ‘ભગવંતની પાસે જઈ જ્ઞાનાતિશયવાળા નાના ભાઈઓને વંદના કેવી રીતે કરું? માટે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી હું પર્ષદામાં જઈશ.' એમ વિચારી કૃતાર્થ બનેલા તે ત્યાં જ પ્રતિમા ધારણ કરી મૌનપણે કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યાં. બાહુબલિને તેવી સ્થિતિમાં દેખી, અને પોતાનું ખરાબ વર્તન વિચારી, નમાવેલી ગ્રીવાવાળો ભરત જાણે પૃથ્વીમાં પેસવાની ઈચ્છાવાલો હોય તેવો ઝંખવાણો બની ગયો. સાક્ષાત્ શાન્તરસવાળા બંધુને પ્રણામ કર્યા. અને બાકી રહેલા કોપનો જાણે ત્યાગ કરતા હોય તેમ લગાર ઉષ્ણ આંસુ નેત્રમાં ભરાઈ આવ્યા. પ્રણામ કરતાં ભરત મહારાજા અધિક સેવા કરવાની અભિલાષાથી નખરૂપી આદર્શમાં પ્રતિબિંબ પડવાથી જાણે વિવિધરૂપવાળા બની ગયા. બાહુબલ મુનિના ગુણ સ્તવનાપૂર્વક પોતાના દોષરૂપ રોગની ઔષધિ સમાન આત્મનિંદા કરવા લાગ્યા. ખરેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org