SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦ ૩૫ તમોને ધન્ય છે, જેણે મારી અનુકંપા ખાતર રાજ્યનો ત્યાગ કર્યો. ખરેખર હું પાપી, અસંતોષી અને ખરાબ અહંકારવાળો છું કે જેણે તમને ઉપદ્રવ કર્યા. જેઓ પોતાની શક્તિ જાણતા નથી. અન્યાય માર્ગે પ્રવર્તે છે અને જેઓ લોભથી જિતાયા છે, તે સર્વમાં હું અગ્રેસર છું. રાજ્ય એ ભવ-વૃક્ષનું બીજ છે, તે વાત જેઓ સમજતા નથી, તેઓ અધમ છે, તેવા રાજ્યને જાણવા છતાં તેને ન છોડવાથી હું અધમ કરતા પણ વધારે અધમ છું. પિતાનો પુત્ર ખરેખર તું જ ગણાય કે, જે પિતાજીના માર્ગે ગયો. હું પણ તેમનો તો જ પુત્ર થાઉં. જો તમારા સરખો થાઉં.” પશ્ચાતાપના પાણી વડે વિષાદરૂપી કાદવને સાફ કરી બાહુબલિનાં પુત્ર સોમયશાને તેની ગાદીએ રાજ્યાભિષેક કર્યો. ત્યારથી માંડીને સેંકડો શાખાઓ યુક્ત તે પુરૂષ-રત્નોની ઉત્પત્તિના એક કારણરૂપ એવો સોમવંશ ચાલુ થયો. ત્યાર પછી બાહુબલિને પ્રણામ કરી પરિવાર સાથે ભરત રાજા પોતાની રાજ્યલક્ષ્મી સરખી અયોધ્યા નગરીમાં ગયો. દુષ્કર તપ તપતાં બાહુબલિમુનિને પૂર્વભવના કર્મ સાથે એક વર્ષનો કાળ પસાર થયો ત્યાર પછી મહાજ્ઞાની ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરીને ત્યાં જવા આજ્ઞા કરી એટલે તેની પાસે આવી તેઓ કહેવા લાગી. “હે મહાસત્ત્વવાળા ! સુવર્ણ અને પત્થરમાં સરખા ચિત્તવાળા ! સંગ ત્યાગ કરનારને હાથી-સ્કંધ ૫૨ આરોહણ કરવું યોગ્ય ન ગણાય. આવા પ્રકારના તમને ખરેખર જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય ? નીચે લીંડીનો અગ્નિ હોય એવા વૃક્ષને નવપલ્લવો ઉગતા નથી. માટે જો તમારે ભવ-સમુદ્ર તરવાની ઈચ્છા હોય તો તમે જાતે જ વિચાર કરીને લોઢાની નાવ સરખા આ હાથી ઉપરથી નીચે ઉતરો.” ત્યાર પછી તે વિચારવા લાગ્યા કે વૃક્ષ પર ચડેલી વેલડી માફક મારા શરીરને હાથીનો સંગમ કેવી રીતે ? કદાચ સમુદ્ર મર્યાદા મૂકે, પર્વત પણ ચલાયમાન થાય, તો પણ ભગવંતની આ શિષ્યાઓ કદાપિ અસત્ય ન બોલે. હા જાણ્યું. અથવા તો આ માન એ હાથી છે, અને એણે જ મારું જ્ઞાન-ફળવાળું વિનય-વૃક્ષ નાશ પમાડ્યું છે. નાના ભાઈઓને કેવી રીતે વંદન કરું ? એવા ચિંતનને ધિક્કાર હો. તેઓ તપ વડે મોટા છે, મારું મિથ્યા-દુષ્કૃત થાઓ. દેવો અને દાનવોને નમસ્કાર યોગ્ય એવા ભગવંતની પાસે જઈને તે નાનાભાઈઓના શિષ્યોના પણ પરમાણુ સરખો થઈ હું તેમને વંદન કરું. જેટલામાં તે મુનિ પગ ઉપાડીને ચાલ્યા. તેટલામાં તેમણે નિર્વાણ-ભવનના દ્વાર સરખું કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. હાથમાં રહેલા આમલકની માફક કેવલજ્ઞાન લક્ષ્મીથી સમસ્ત વિશ્વને જોતા તે બાહુબલિમુનિ ભગવંત સમીપે કેવળીઓની પર્ષદામાં બેઠા. ચૌદ મહારત્નો, ચોસઠ હજા૨ અંતઃપુરની સ્ત્રીઓ, નવ નિધાનોથી પરિવરેલા ભરત મહારાજા પણ સામ્રાજ્ય-સંપત્તિરૂપી વેલડીના ફળસરખા ધર્મ, અર્થ અને કામને યથાકાલે પરસ્પર હાનિ ન પહોંચે તેવી રીતે ભોગવતા હતા, કોઈક સમયે વિચરતા વિચરતા પ્રભુ અષ્ટાપદ પર્વત પર પધાર્યા. ત્યારે પ્રભુના ચરણ-કમળને વંદન કરવાની ઈચ્છાવાલો ભરત પણ ત્યાં ગયો. દેવો અને દાનવોને પૂજા કરવા યોગ્ય સમવસરણમાં બેઠેલા જગત્પતિને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી ભરત રાજાએ સ્તુતિ કરી. ભરતે કરેલી ભગવંતની સ્તુતિ “હે પ્રભુ ! આપ સાક્ષાત્ વિશ્વાસની મૂર્તિરૂપે રહેલા છો, એકઠા કરેલા સર્તનવાળા સમગ્ર જગતના જાણે એક બાજુ રહેલા ન હોય તેવા પ્રસાદ સરખા, પ્રત્યક્ષ જ્ઞાનના ઢગલા જેવા, પુણ્યના સમૂહ સ્વરૂપ સર્વલોકનું સર્વસ્વ જાણે એક જગ્યા પર એકઠું કરેલ હોય, તેવા દેહધારી સંયમ સરખા રૂપવાળા ઉપકાર સરખા, પગલે ચાલતા શીલા સરખા, દેહધારી ક્ષમાવાળા, યોગના રહસ્ય સરખા, જગતનું સમગ્ર વીર્ય એકઠું થઈ એક સ્થાને રહેલું હોય તેવા, સકળ સિદ્ધિના ઉપાય જેવા, સમગ્ર કુશળતાવાળા મૂર્ત સ્વરૂપવાળી મૈત્રી સરખા, દેહવાળી જાણે કરૂણા ! પિંડસ્વરૂપ મુદિતા જેવા, મૂર્તિમાન ઉપેક્ષા હોય તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy