________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦
૩૩
નહિં આવ્યા હશો, તેમાં પણ કેટલાંક લોકો તમારી અવિનીતતાને બોલશે. કારણકે ‘ખલ પુરુષો છિદ્ર ખોળનારા હોય છે.' માટે તેવા હલકા ખલ પુરૂષોને બોલવાનો વખત ન આવે તે વાતનું યત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ અને તમારે ત્યાં પધારવું યોગ્ય છે. મોટાભાઈ મહારાજા થાય, તેની ઉપાસના કરવામાં કંઈ શરમ નડે ? વળી હું તેનો ભાઈ છું, એમ નિર્ભય બની કદાચ તમે ન આવ્યા, તે પણ યોગ્ય નથી, કારણકે ‘આજ્ઞા મનાવનાર રાજાઓ સગા-સબંધીની ખેવના રાખતા નથી.' લોહચુંબકથી જેમ લોહ તેમ દેવો, દાનવો અને માનવો તેના પરાક્રમ અને તેજથી આકર્ષાએલા છે અને અત્યારે એક ભરતને જ અનુસરે છે. ઈન્દ્ર મહારાજા પણ જેને અર્ધ આસન આપીને મિત્રતા બાંધે છે, તો પછી તમે સેવા માત્રથી કેમ તેને અનુકુળ થતાં નથી ? વળી કદાચ તમે વીરમાનીપણાથી રાજાની અવજ્ઞા કરતા હશો, તો તમે તેની આગળ લશ્કર સાથે પંચસમુદ્રમાં સાથવાની મુઠ્ઠી જેટલા છો., વળી તેમની પાસે ઐરાવણ જેવા ચોરાશી લાખ હાથી છે કે જેઓને જંગમ પર્વતની માફક ચલાવવા કોણ સમર્થ છે ? તેટલી જ સંખ્યાવાળા, અશ્વો તથા રથો છે કે જે કલ્પાન્ત કાળના સમુદ્રના કલ્લોલ સરખા છે, તેને અટકાવવા કોણ સમર્થ છે? તે રાજાને છન્નુ ક્રોડ ગામો છે અને સિંહ જેવી છન્નુ ક્રોડ પાયદળની સેના છે, તે કોને ત્રાસ ન પમાડે ? વળી તેને હાથમાં દંડવાળો યમરાજા સરખો સુષેણ નામનો એક સેનાપતિ છે. તે દેવોથી અને અસુરોથી પણ સહન કરી શકાતો નથી. વળી અમોઘ ચક્રને ધારણ કરતા ભરત ચક્રવર્તીની આગળ સૂર્યની આગળ જેમ અંધકાર-સમૂહ તેમ ત્રણ લોક પણ વીસાતમાં નથી. હે બાહુબલ ! ભરત મહારાજા તેજ અને વયથી સર્વથા મોટાં છે. માટે રાજ્ય અને જીવિતની ઈચ્છાવાલા તમારે તેની સેવા કરવી જોઈએ.'’
જેણે બાહુબલથી જગતનું બલ દૂર કર્યું છે, એવા બાહુબલિએ ભૃકુટી ચડાવી જાણે બીજો સમુદ્ર હોય તેવા શબ્દોથી દૂતને કહ્યું. “ હે દૂત ! તે લોભથી ક્ષોભવાળું વચન કહ્યું. પરંતુ હંમેશા દૂતો તો યથાર્થપણે સ્વામીના વચનનો સંદેશો પહોંચાડનારા હોય છે, હે દૂત ! સુરો, અસુરો અને નરેન્દ્રોને પૂજ્ય ઉત્તમ પરાક્રમવાળા પિતાજી નથી અને મારે માટે પ્રશંસાના કારણભૂત ભરત છે, એ વાત તે નવીન કરી. કર આપનારા રાજાઓ કદાચ તેની પાસે ન આવે પણ બલવાન બાહુબલી જેનો ભાઈ છે તે તો દેખાતો નથી. સૂર્ય અને કમલખંડની માફક અમારી બંનેની પરસ્પર પ્રીતિ ભલે દૂર રહેલી તો પણ તે ભાઈના હૃદયમાં અમારું સ્થાન છે. ત્યાં જવાથી વધારે શું ? અમારી પ્રીતિ તો જન્મથી સ્વાભાવિક છે જ. અમે સરલતાથી નથી આવ્યા તે વાત સત્ય છે. તેમાં ભરત સાથે કુટિલતા કઈ ગણાય. ? વિચાર કરીને કાર્ય ક૨ના૨ સજ્જન પુરૂષો દુર્જનના વચનથી ભરમાતા નથી. ભગવંત ઋષભદેવ પ્રથમ તીર્થનાથ એ જ એકલા અમારાં બંનેના નાથ છે, તે એક સ્વામી વિજયવંતા હોય, પછી મારે બીજા સ્વામી શી રીતે હોઈ શકે ? જો ભાઈ છે, તો બીક શી ? તે આજ્ઞા કરનારા સ્વામી છે, તો ભલે આજ્ઞા કરે, જો સગાનો સંબંધ હોય તેથી સર્યું. શું વજ્ર વજ્રને, હીરો હીરાને કાપતો નથી ? દેવો દાનવો અને માનવોને સેવા કરવા લાયક તે હોય અને તેમના પર પ્રીતિ રાખનારો હોય તેથી મારે તેની સાથે શું લાગે વળગે ? સીધા માર્ગમાં ૨થ ચલાવવો તેમાં હરક્ત ન આવે, પણ ઠુંઠા કે ઝાડના થડ વચમાં અથડાય તો સારો ૨થ પણ ભાંગી જાય છે. પિતાજીના ભક્ત ઈન્દ્ર કદાચ પિતાના પુત્રને બેસવા માટે અર્ધસન આપે, તેટલા માત્રમાં તે આટલો અહંકારી બની જાય છે ! સમુદ્ર સરખા તેના સૈન્ય સહિત બીજા રાજાઓ સાથવાના લોટની મુષ્ટિ સરખા છે, પરંતુ હું તો તેજ વડે દુઃસહ એવા વડવાનલ સરખો છું. સૂર્યના તેજમાં બીજા તેજોની જેમ મારા વિશે તેના પાયદળ, ઘોડાઓ, રથો, હાથીઓ, સેનાપતિ અને ભરત પણ પ્રલય પામશે. હે દૂત ! તું જા, જો તેને રાજ્યની અને જીવિતની ઈચ્છા હોય તો ભલે લડવા આવે, પિતાજીએ આપેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org